________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
કુમારપાલના આ વિજયનાં કારણો અભિલેખોમાં ચર્ચાયાં નથી, પરંતુ સાહિત્યિક સાધનમાંથી આ અંગેનાં જુદાં જુદાં કારણ જાણવા મળે છે. મેરૂતુંગના જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજના માનેલા પુત્ર ચાહડકુમારે અર્ણોરાજને કુમારપાલ સામે ઉશ્કેર્યો હતું. તેથી એ લડાઈ થઈ હતી ૧૫ જ્યારે જિનમંડન, રાજશેખર અને જસિંહસૂરિએ આ અંગે જણાવ્યું છે કે કુમારપાલની બહેન દેવલદેવી સાથે ઘત રમતાં એના પતિ અર્ણોરાજે કુમારપાલ માટે અપમાનજનક શબ્દો બોલતાં કુમારપાલે અર્ણોરાજ પર ચડાઈ કરી હતી. ૨૦૧૬
આ ઉપરથી લાગે છે કે કુમારપાલે અર્ણોરાને બે વાર પરાજ્ય આપે . હશે. આબુના પરમાર રાજા વિક્રમસિંહે કુમારપાલને દો દેતાં કુમારપાલે એને પદભ્રષ્ટ કરી એનું રાજ્ય એના ભત્રીજા યશધવલને આપેલું .૨૧૭ આ યશૈધવલના વિ. સં. ૧૨૦૨ (ઈ.સ. ૧૧૪૫)ના લેખર ૧૮ પરથી જણાય છે કે કુમારપાલે અર્ણોરાજ પર પહેલી ચડાઈ વિ. સં. ૧૨૦૨ પહેલાં કરી હશે૧૯ જ્યારે બીજી ચડાઈ વિ. સં. ૧૨૦૭માં થઈ હોવાનું કુમારપાલના એ વર્ષના ચિત્તોડના શિલાલેખને આધારે જણાય છે. ૨૨૦
અહલાલ સામે વિજય : વિ. સં૧૨૦૮ (ઈ.સ. ૧૧૫૨)ના વડનગરના પ્રશસ્તિ લેખમાં કુમારપાલે માલેશ્વરના શિરને દરવાજે લટકાવ્યાને ઉલ્લેખ થયેલું છે. આ માલેશ્વર એ માળવાને રાજા બલ્લાલ હોવાનું જણાય છે. આ ઉપરાંત વિ.સં. ૧૨૨૫(ઈ. સ. ૧૧૬૯)ના વેરાવળના ભદ્રકાળી મંદિરમાંના કુમારપાલના શિલાલેખમાં પણ બલ્લાલ–વિજયને ઉલ્લેખ થયેલું છે. કુમારપાલના સમકાલીન રાજવીઓના લેખમાં પણ તેના આ પરાક્રમનો નિર્દેશ થયેલ છે. આબુના પરમાર રાજા યશેધવલના સમયની ત્યાંની તેજપાલ મંદિરની પ્રશસ્તિમાં યશોધવલે કુમારપાલની સામે આવેલા માળવાના રાજ બલ્લાલને માર્યો એવા ઉલ્લેખ થયેલા છે.૨૨૧
સાહિત્યિક ઉલ્લેખમાં પણ કુમારપાલના આ વિજયને સમર્થન મળે છે. હેમચંદ્રાચાર્યે નોંધ્યા પ્રમાણે પૂર્વના રાજા બલ્લાલે અર્ણોરાજની ચડાઈ વખતે ગુજરાત પર ચડાઈ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે કુમારપાલે નંદીપુરના સૈન્યને બલ્લાલ સામે મોકલ્યું હતું. ૨૨ આ વખતે કુમારપાલના પાંચ સામંએ ભેગા મળીને બલ્લાલને હરાવ્યું હતું. આ પાંચે સામતેમાં આ બંને રાજવી થશેધવલ મુખ્ય હતે. ૨૨૩