________________
રાજકીય સ્થિતિ : ચાલુક્ય વંશ
(૪) વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ના તામ્રપત્રમાં ભરાણું ગામમાં દાન
આપ્યાના નિર્દેશ થયેલા છે.૧૩૭ આ તામ્રપત્રનું એક જ પતરું મળ્યું
હોવાથી દાન અંગેની અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી. (૫) વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે
સિદ્ધરાજના ખજાનચી અંબપ્રસાદે અને તેના સંબંધીઓએ ગાળામાં
ગણેશ તેમજ ભટ્ટારિકાનું મંદિર કરાવ્યાં હતાં.૧૩૮ (૬) વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના ઉજજૈનના લેખમાં નાગર બ્રાહ્મણ
દંડનાયક દાદાના પુત્ર મહાદેવને અવંતીમડલ સાંપ્યું હતું તેની વિગત
મળે છે. ૧૩૯ (૭) વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના કચ્છ ભદ્રેશ્વરના ખંડા મહાદેવના
શિલાલેખમાં તેના મંત્રીએ ઊદલેશ્વર અને કુમારપાલેશ્વરનાં મંદિરે પ્રજાથે
કરાવ્યાના નિર્દેશ છે.૧૪૦ (૮) વિ. સં. ૧૧૯૮ (ઈ. સ. ૧૧૪૧-૪૨)ને લેખ કિરાતુમાંથી પ્રાપ્ત
થયે છે.૧૪૧ આ લેખમાં સિદ્ધરાજે કિરાડુમાં શિવમંદિર કરાવ્યા ' ઉલ્લેખ છે. (૯) વિ. સં. ૧૧૯૮ (ઈ. સ. ૧૧૪૧-૪૨)ના લેખમાં અજયપાલદેવના રાજ્યમાં
-જયસિંહદેવે મંદિર કરાવ્યાની માહિતી પ્રાપ્ત થાય છે.૧૪૨ (૧૦) વિ. સં. ૧૨૦૦ (ઈસ. ૧૧૩૩)ના બાલીના શિલાલેખમાં જ્યસિંહના
સામત આસરાજે બહુસુણુદેવીની પૂજા માટે દાન આપ્યું હતું તેને
લગતી વિગત મળે છે.૧૪૩ (૧૧) વિ. સં. ૧૧૯૬ : ૧૨૦૨ (ઈ. સ. ૧૧૩૯-૪૬)ના દાહોદના શિલાલેખમાં
ગોગાનારાયણદેવની પૂજા માટે દાન આપ્યું હતું, તેવા ઉલ્લેખો પ્રાપ્ત
થાય છે.૧૪૪ (૧૨) સિદ્ધરાજના વર્ષ વગરના લેખોમાં પાટણમાંથી એક શિલાલેખ પ્રાપ્ત થયો
છે.૧૪૫ કેટલાક વિદ્વાનોના મતે આ લેખ સહસ્ત્રલિંગ સરેવરની પ્રશ
સ્તિને ટુકડે છે. (૧૩) સિદ્ધરાજના મંત્રી સજ્જનને લેખ પ્રાપ્ત થયું છે. આ મંત્રી સૌરાષ્ટ્રને
દંડનાયક હતિ. લેખની માહિતી ગ્રૂટક છે.૧૪૬ ,,