________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ૧૦૭૩)ના લેખમાં નથી, પરંતુ એ પછીના વિ. સં. ૧૧૪૦ (ઈ. સ. ૧૦૮૪)ના લેખમાં નજરે પડે છે. આથી આ બનાવ ઈ. સ. ૧૦૮૪ પહેલાને ગણી શકાય. આ બિરુદ સાધારણ રીતે દખણના ચાલુક્ય રાજાઓનાં તામ્રપત્રોમાં પ્રજાતું જોવા મળે છે, તે પરથી આ બાબતમાં દખણના ચાલુક્યોની અસર પ્રવતી હોવાનું કહી શકાય.
કર્ણદેવના ઉપરોક્ત દર્શાવેલ દાનના આધારે જણાય છે કે કર્ણદેવ ધાર્મિક વૃત્તિને હતે હતે. શ્રી રસિકલાલ પરીખના મત પ્રમાણે કર્ણદેવ શૈવ હતે. પરંતુ તેની ઉત્તરાવસ્થામાં તે લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતા હતા.'
આમ કર્ણદેવે વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪)થી વિ. સં. ૧૧૫ (ઈ. સ. ૧૦૯૪) સુધી રાજ્ય કર્યું હતું. સિદ્ધરાજ જયસિંહ
ચૌલુક્ય કાલમાં કર્ણદેવ ૧ લા પછી સાતમે રાજવી સિદ્ધરાજ સિંહ થયે. આ રાજવી ચૌલુક્ય કાલને સૌથી પ્રતાપી રાજવી ગણાય છે. કર્ણદેવ ૧ લાના સમયમાં ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક પ્રગતિ થઈ હતી, તે સિદ્ધરાજના સમયમાં તેની ચરમસીમાએ પહોંચી હતી.૧૩૨ સિદ્ધરાજ સિંહે વિ. સં. ૧૧૫૦ થી ૧૧૯૯ (ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩) સુધી લગભગ ૪૯ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેના આટલા લાંબા, રાજ્યકાળ દરમ્યાન ૧૫ જેટલા અભિલેખ પ્રાપ્ત થાય છે. તેને સૌથી પહેલે અભિલેખ વિ. સં. ૧૧૫૬ (ઈ. સ. ૧૧૦૦)ને લાડોલમાંથી પ્રાપ્ત થયેલ છે, જ્યારે છેલ્લે અભિલેખ વિ. સં. ૧૧૯૬ : દાહદને શિલાલેખ છે.૧૩૩ કાલાનુક્રમ પ્રમાણે આ અભિલેખોની વિગતે જોઈએ. (૧) વિ. સં. ૧૧૫૬ (ઈ. સ. ૧૧૦૦)ને લાડોલમાંથી પ્રાપ્ત લેખમાં મહામાત્ય
પૂજકના પુત્ર વિલહલે ટકધી ગામમાં બંધાયેલી વાવના નિભાવ માટે દાન
ર્યાને નિર્દેશ છે.૧૩૪ (૨) વિ. સં. ૧૧૮૪ (ઈ. સ. ૧૧૨૮)નું તામ્રપત્ર સૂણસરમાંથી પ્રાપ્ત થયું
છે. આ તામ્રપત્રનું એક જ પતરું પ્રાપ્ત થયું છે. આથી અન્ય માહિતી | ઉપલબ્ધ થતી નથી.૧૩૫ (૩) વિ. સં. ૧૧૮૬ (ઈ. સ. ૧૧૩૦)નું તામ્રપત્ર ભિન્નમાલમાંથી ઉપલબ્ધ થયું - , છે આ, તામ્રપત્રમાંથી વિગતો પ્રાપ્ત થતી નથી. ૩૬