________________
પ્રામાણિક માહિતી અપાઈ છે. અનેક સંદિગ્ધ બાબતનું નિરાકરણ પણ આમાં જોવા મળે છે.
૩ જુ “સમકાલીન રા'નું પ્રકરણ ૧. કચછને જાડેજા વંશ, ૨. ચૂડાસમા, વંશ, ૩. જેઠવા વંશ, ૪. વાજાવંશ, ૫. માંગરોળને ગૃહિલવંશ, ૬. મેહરરાજય, ૭. લાટને ચાલુક્યવંશ (નાંદિપુર), ૮. દક્ષિણને ચાલુક્યવંશ, ૯. ભરૂચ ને ચાહમાન વંશ, ૧૦. પરમારવંશની ત્રણ શાખા (માળવા, આબુ અને ભિન્નમાલ-કિરાડુની), ૧૧. ચૌહાણ વંશની શાકંભરી નપુલ અને જલરની મળી ૩ શાખા) અને ૧૨. ગોવાને કદંબવંશ, એક જ ગ્રંથમાં આ વિભિન્ન સમકાલીન રાજ્યનું નિરૂપણું ધ્યાન ખેંચી રહ્યું છે. કથા પ્રકરણમાં “
રાજ્યતંત્રને “રાજા” “અધિકારીઓ” “વહીવટી પદ્ધતિ' (વિભાગે અને પેટાવિભાગો સાથે, મંડલેના “સ્થાનનિર્ણયના કોઠા સાથે) આ પૂરી સક્ષમતાથી નિરૂપાયેલાં જોવા મળે છે. આ પછી ૫ માં પ્રકરણથી સામાજિક અભ્યાસ શરૂ થાય છે. “આર્થિક પરિસ્થિતિમાં ખેતી “વેપાર-વણજ અને મહેસુલ–પદ્ધતિ વાહનવ્યવહાર” “ચલણી નાણું-સિકકા, (સારા એવા વિસ્તારથી) આ બતાવ્યા પછી ૬ઠ્ઠા પ્રકરણમાં સામાજિક સ્થિતિ આપતાં વર્ણવ્યવસ્થા વિવિધ જ્ઞાતિઓ : બ્રાહ્મણો (નાગર બ્રાહ્મણ, મઢ બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, ઓદીચ્ય બ્રાહ્મણ, રાયકવાળ બ્રાહ્મણ, કનોજિયા બ્રાહ્મણ અને ગૂગળી બ્રાહ્મણો), ક્ષત્રિય, વૈશ્ય (માહેશ્વરી વણિકો, શ્રીમાળી વણિકો, મોઢ વણિક, ઓસવાળ જ્ઞાતિ, પોરવાડ જ્ઞાતિ, હુંબલ, ખડાયતા, ધરકટ, પહેલીપલ્લીવાલ), કાયસ્થ, ઉપરાંત વિવિધ સમુદાય, મનુષ્યનામોનો વિકાસ વિસ્તારથી), વિવિધ ગેત્રો, વિવિધ અટકે, વધુમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ (સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, લગ્નવિચ્છેદ, દાસી પ્રથા, (અપત્રિકાધનને ત્યાગ), મોજશોખ અને વહેમ–માન્યતા આ વિષયોની તારવેલી માહિતી રેચક બની છે.
૭ મા પ્રકરણમાં ધાર્મિક સ્થિતિ આપતાં ધર્માદાય” “પૂર્તધર્મ (પૂર્ત. કાર્યોની સમીક્ષા સાથે) “ધર્મભાવના' બ્રાહ્મણજીવન” “પંચ મહાયો' ધર્મપરતા” “દેવપૂજ” “આશ્રમો અને વિવિધ સંપ્રદાય (જેમાં શૈવ સંપ્રદાય અને અભિલેખોમાં ઉલિખિત શિવાલયે, શાક્ત સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, આદિત્યપૂજા, ગણેશપૂજા અને સૂર્યપૂજા), જૈનધર્મ (એમાં મૂર્તિપૂજા આપીને વિવિધ સુપ્રસિદ્ધ આચાર્યોને પરિચય અને ગચ્છને પણ), આ ઉપરાંત ઉત્સ-પ' વિશે આપતાં “હિંદુપના પ્રકાર આપવામાં આવ્યા છે.