________________
આ
મુ
ખ
છે. વર્ષાબહેનને “ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન” શીર્ષકથી ક્ટરેટની પદવી માટે લખાયેલે મહાનિબંધ પ્રસિદ્ધ થઈ રહ્યો છે એ આનંદનો વિષય છે. ઉત્તમ રીતે લખાયેલા આવા મહાનિબંધ છપાયા વિના પડી રહેતા હોય છે. આ મહાનિબંધ થોડા સમયમાં જ પ્રકાશિત થઈ રહ્યો છે, એ અભિનંદનનો વિષય છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના ઈતિહાસના થોડા જ તેજસ્વી યુગમાં “મૈત્રયુગ” પછી આ “ચૌલુક્યયુગ” કે “ચૌલુક્યકાલ આવે છે, જેમાં ભારતીય સંસ્કૃતિ-સભ્યતાનાં તેજસ્વી તત્વો ઉચ્ચ કક્ષાએ વિકસી આવ્યાં હતાં. આની મીમાંસા મુખ્યત્વે અભિલેખેનો સબળ અભ્યાસ સાધી (ક) લલિત સાહિત્ય, (ખ) અભિલેખસંગ્રહ, (ગ) ગુજરાતી ગ્રંથ, (ઘ) અપ્રસિદ્ધ (ટાઈપ કરેલા) મહાનિબંધ, (ચ) હિંદી-ગ્રંથો અને (૭) અંગ્રેજી ગ્રંથના પણ સબળ અભ્યાસના પરિપાકરૂપે સપ્રમાણ મૂર્ત કરી આપવામાં આવી છે. મને લાગે છે કે આવા સુંદર પ્રયત્નને રમત-ભમતે કરવામાં પરિશિષ્ટો મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. પરિશિષ્ટ ૧ : અભિલેખમાંથી પ્રાપ્ત થયેલાં ગામોનો સ્થળ–નિર્દેશ, ૨ : અભિલેખોની મિતિઓ અને એની અંગ્રેજી તારીખે, ૩ : ચૌલુક્યકાલીન મુસ્લિમ અભિલેખે, ૪: ચૌલુક્યકાલીન ત્રણ અભિલેખોની વિશિષ્ટ સમીક્ષા તથા “સંદર્ભ સૂચિ આપતાં (૧) મૂળ અભિલેખો, (૨) ચૌલુક્યકાલીન અરબી-ફારસી અભિલેખો અને (૩) પ્રતિમાલેખો મળી ૦૫ અભિલેખોની સુવિશદ યાદી આપવામાં આવ્યા પછી (અ) વિશિષ્ટ સંદર્ભગ્રંથની ઉપર જણાવ્યા પ્રમાણેના શીર્ષકવાળી યાદી આપવામાં આવી છે. બહેને આ પરિશિષ્ટો જેવા માત્રથી પણ "કો ભારે મહત્ત્વનો પ્રયત્ન કર્યો છે એનો ખ્યાલ આવશે. - મહાનિબંધનાં ૯ પ્રકરણ આપતાં અભિલેખોના “પ્રાસ્તાવિક વિલેષણમાં અભિલેખોનું મહત્ત્વ, પઠન-પ્રકાશન–સૂચીકરણ, વગીકરણ, ફલકની દૃષ્ટિમાં પ્રકારે, ભાષા, લિપિ (સુવિશદતાથી), સંકેતચિહ્નો, લખવાની પદ્ધતિ, વિશ્લેષણ –આ વિષને સુયોગ્ય રૂપે નિરૂપી ચૌલુક્યકાલની વિશિષ્ટતા સુલભ કરી આપી છે. બીજા “રાજકીય સ્થિતિ પ્રકરણમાં “ચૌલુક્યવંશ' વિશે પરિચય આપતાં ચૌલુક્યનામ “કુલની ઉત્પત્તિ પૂર્વ અને પછી રાજકીય ઇતિહાસ આપવામાં આવ્યો છે. આમાં ચૌલુક્યો સાથે એના ફાંટારૂપના વાઘેલાઓ વિશે પણ