________________
૪૩
રાજકીય સ્થિતિ : ચૌલુકય વંશ
મૂળરાજની કેટલીક પ્રવૃત્તિઓ : અભિલેખાને આધારે મૂળરાજની કેટલીક પ્રવૃત્તિઓના ખ્યાલ આવે છે. જેમકે વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના લેખમાં જણાવ્યા પ્રમાણે મૂળરાજે મંડલી ગામમાં મૂલનાથ–મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આ જ લેખમાં મૂળરાજના શ્રી સ્થલ (સિદ્ધપુર)ના રુદ્રમહાદેવના ભક્ત તરીકે નિર્દેશ થયેલા છે.
વિ. સ. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના કુમારપાલના વડનગરના લેખના આધારે જણાય છે કે મૂળરાજે રાજ્યમાં કરના દર ઘટાડીને પ્રજાના પ્રેમ પ્રાપ્ત કર્યાં હતા.
વિ. સ’. ૧૨૭૩(ઈ. સ. ૧૨૧૭)ના ભીમદેવ ૨ જાના લેખમાં જણાવ્યા પ્રમાણે વડનગરના ઊયા ભટ્ટના પુત્ર માધવ, લાલ અને ભાભને મૂળરાજે વાપી વગેરે પૂ કાર્યોની દેખરેખનુ કામ સોંપ્યું હતું.
ચામુંડરાજ
આ રાજા મૂળરાજના પુત્ર હતા. ચામુંડરાજના રાજ્યાભિષેક ધણી મેટી ઉંમરે થયા હતા.૮ તેમ છતાં તે છેક મૂળરાજના સમયથી એટલે કે વિ. સં. ૧૦૩૩ થી યુવરાજ તરીકે નિયુક્ત હતા અને એ હાદ્દાની રૂએ તે ભૂમિદાન આપવાના હક પણ ધરાવતા હતા. આ બાબત એણે યુવરાજ તરી કે આપેલ દાનશાસના પરથી પ્રતીત થાય છે. ચામુંડરાજે વિ. સં. ૧૦૫૩ થી ૧૦૬૬ સુધી ૧૩ વર્ષ જેટલું રાજ્ય કર્યુ હતું. જો કે તેના આ રાજ્યકાલ દરમ્યાનની કાઈ આભિલેખિક માહિતી પ્રાપ્ત થઈ નથી. અલબત્ત, તેના વિશેની માહિતી સાહિત્યિક પ્રમાણેામાંથી ઠીકઠીક પ્રાપ્ત થાય છે.
..
વિ. સ. ૧૨૦૮ ના કુમારપાલના વડનગરના લેખમાં જણાવ્યા પ્રમાણે ચામુંડરાજના હસ્તિઓના મદની ગંધ દૂરથી આવવાના કારણે સિરાજ ભાગી ગયા હતા અને તેણે યશ ગુમાવ્યા હતા. સિંધુરાજ એ માળવાના પરમાર રાજા સિરાજ હેાવાનુ જણાય છે.૮૧ આ પરથી જણાય છે કે ચામુ ડરાજે માળવા પર વિજય મેળવ્યા હશે.૮૨ વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિમાં ચામુંડરાજને અત્યંત પરાક્રમી દર્શાવ્યા છે૮૩ તે આ સંદર્ભમાં હાય.
સેાલશર્માના પુત્ર લલ્લ ચામુંડરાજના પુરાહિત હતા. ૪ પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે ચામુંડરાજે શ્રીપત્તન(પાટણ)માં ચંદ્રનાથદેવ તથા