________________
૨૩
ચૌલુકયકાલીન અભિલેખા : પ્રાસ્તાવિક વિશ્લેષણુ
ચૌલુકય કાલ દરમ્યાન આ પ્રકારે અભિલેખા લખવામાં આવતા નજરે
પડે છે.
લેખની શરૂઆત : અભિલેખાના લખાણની શરૂઆત પહેલાં કેટલાક મંગલ શબ્દ કે મંગલચિહ્નો દ્વારા થતી હતી. આ મંગલ શબ્દો કે ચિહ્નોમાં સ્વસ્તિક, , સિદ્ધ, શ્રી, વામાવત ગૂ ંચળાં, ત્રિરત્ન, ધર્માંચક્ર, પદ્મ, શ્રી વત્સ, નંદિ, ત્રિશૂલ, મત્સ્ય, વરાહ વગેરે અનેક ચિહ્નો પ્રયાજવામાં આવતાં નજરે પડે છે.
ચૌલુકયકાલીન અભિલેખેામાં પણ લેખની શરૂઆતમાં આ પ્રકારનાં મંગલ ચિહ્નો કરવામાં આવતાં. જેમકે વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯) ના પરમાર સીયક–ર જાના હરસેાલના તામ્રપત્રમાં લેખની શરૂઆતમાં “ૐ” ચિહ્ન રૂપે આપેલ છે.૪૮ સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ના સૂણુસરના તામ્રપત્રની શરૂઆતમાં સ્વસ્તિનું ચિહ્ન આપેલુ છે.૪૯ વિ. સં. ૧૨૦૧ (ઈ. સ. ૧૧૪૪–૪૫)ના કુમારપાલના લેખમાં સ્વસ્તિકનું ચિહ્ન પ્રયાાયેલુ છે.પ॰ તેવી જ રીતે વિ. સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૪)ના અજયપાલના ઉંઝાના શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિકનું ચિહ્ન પ્રયાાયેલું છે.૫૧
આ સમયના કેટલાક અભિલેખામાં મ ગલચિહ્નોની સાથે મોંગલ શબ્દો જેવા કે ॐ नमो भगवते वासुदेवाय नमः । ॐ नमः शिवाय नमः | श्री गणेशाय नमः | વગેરેથી લેખની શરૂઆત કરેલી હેાય છે. મંગલ શબ્દો ઉપરાંત મ ંદિરને લગતા લેખામાં ઘણી વાર પ્રારંભમાં ઇષ્ટદેવની સ્તુતિના એક કે એકથી વધુ લેક આપવામાં આવતા હતા. જેમ કે, વિ. સ`. ૧૧૩૧ (ઈ. સ. ૧૦૭૪)ના કહ્યું દેવ— ૧ લાના નવસારીના તામ્રપત્રમાં લેખની શરૂઆત ૐ નમાં માવતે વાસુદેવાય થી કરેલી છે.પ૨ કુમારપાલના વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના માંગરેળના શિલાલેખની શરૂઆત'' છે નમ: શિવાય થી કરેલી છે.૫૩ વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના ભીમદેવ ૨ જાના આશ્રુના શિલાલેખમાં લેખની શરૂઆતમાં સરસ્વતી દેવીને વંદન કરીને ખીજા શ્લેાકમાં નેમિનાથની આશિષ માંગેલી છે.૫૪ વિ. સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના સામનાથ-વેરાવળ શિલાલેખમાં પ્રારંભના પહેલા બે લેાક શિવની સ્તુતિને લગતા અને ત્રીજો શ્લા૪ સરસ્વતીની -સ્તુતિને લગતા છે.૫૫
ક્ષિપ્ત રૂપા
અભિલેખામાં કેટલાક પૂરા શબ્દોને બદલે એના એકાદ અક્ષર લખીને એનું