________________
ગુજરાતના ચૌલુકચાલીત અભિલેખા : એક અધ્યયન
૨૨
(૭) અભિલેખો લખવાની પદ્ધતિ:
શિલાલેખ, તામ્રપત્રલેખ વગેરેના નિર્માણમાં લેખ લખાવનાર ઉપરાંત લેખનુ લખાણ તૈયાર કરનાર અને લેખ કાતરનારના પણ ફાળા રહેલા હાય છે.
લેખક : અભિલેખનું લખાણ તૈયાર કરનાર લેખક તરીકે ઓળખાતા. અભિલેખામાં લેખના અ ંતે લેખકનું નામ પણ આપેલુ હાય છે.૪૩
આ લેખકા દ્વારા લખાયેલાં દાનશાસના પ્રચલિત પદ્ધતિનાં સાદાં ટૂંકાં અને મુદ્દાસર હેાય છે. માટેભાગે આવા લેખા દસ્તાવેજ પ્રકારના નજરે પડે છે. અલબત્ત, કેટલાક સાહિત્યિક કાટિના પણ છે. દાનશાસનેામાં આપેલી રાજાઓની પ્રશસ્તિ ઉચ્ચ ગદ્યશૈલીના કે સુંદર પદ્યરચનાના સરસ નમૂનારૂપ હાય છે. ચૌલુક ઢાલમાં સાદાં દાનશાસના કાયસ્થાએ લખેલાં છે, જ્યારે શિલાલેખમાં કાતરાયેલી ઉત્તમ પ્રશસ્તિ શ્રીપાલ અને સેામેશ્વરદેવ જેવા સિદ્ધહસ્ત કવિઓએ રચેલી છે.૪૪
સામાન્ય રીતે પ્રશસ્તિ-રચના યશસ્વી પરાક્રમાને લગતા અથવા વાવ, મંદિર વગેરે પૂ નિર્માણનાં કાર્યને લગતા અભિલેખામાં કરવામાં આવે છે. ભૂમિદાનને લગતાં શાસનામાં દાન આપનાર રાજા તથા એના પૂર્વજોની માહિતી આપવાની પ્રથા હતી. આ કારણેાસર પ્રાચીન દાનશાસનામાં રાજાઓનાં ચરિતની પ્રશસ્તિ આપવામાં આવતી હતી.૪૫
લહિયા : લેખકે રચેલું લખાણ પહેલાં લહિયા પાસે જતું. લહિયા અભિલેખના પદાર્થ પર પદ્ધતિસર શાહીથી એ લખાણ લખતા. અભિલેખામાં આવું લખાણ કરી આપનાર લહિયાનું નામ ભાગ્યે જ લખવામાં આવતું.
ઘણીવાર લેખના મુસદ્દા ધડનાર લેખક પોતે અભિલેખનના પદાર્થ પર નકલ કરી આપતા અથવા તેા સલાટ કે સારા પાતે જ એના પર નકલ કરી લેતેા.૪૬
Ο
લેખન પદ્ધતિ : સામાન્ય રીતે અભિલેખ માટે તૈયાર કરેલા લખાણને શિલા કે તામ્રપત્ર પર લિખિત નકલ પ્રમાણે શાહીથી લખીને અક્ષરા, આંકડાઓ તથા ચિહ્નો કાતરવામાં આવતાં. પ્રાચીન અભિલેખામાં લખાણના વાકયમાં શબ્દ—શબ્દ વચ્ચે જગ્યા ભાગ્યે જ રાખવામાં આવતી. વિરામચિહ્નો જૂજ પ્રમાણમાં કરવામાં આવતાં.૪૭ લેખેામાં અવગ્રહનું ચિહ્ન કયારેક જ લખવામાં આવતું. કયારેક પ્રચલિત શબ્દના સક્ષેપરૂપ તરીકે એના આદ્ય અક્ષર વપરાતા.