________________
ગુજરાતના ચૌલુકસાલીન અભિલેખો: એક અધ્યયન
વિરામ, ચિકનું
મા યજ્ઞા|ના |દમાં
આકૃતિ ૯ ચૌલુક્યકાલમાં વિરામચિહ્નોની રેખાને વળાંકદાર અને કલાત્મક કરવામાં આવતી હતી. ક્યારેક આ ચિહોમાં બે રેખા હોય તો ડાબી બાજુની વચ્ચે નાની આડી રેખા ડાબી તરફ જોડાયેલી જણાય છે. આ પ્રકારનાં ચિહ્નો અકોટાના પ્રતિમા લેખે, પરમાર સાયક-ર જાના લેખમાં, લાટના ચૌલુક્યો કતિરાજ અને ત્રિલેચનપાલના લેખોમાં તેમજ મોઢવંશના વિજલદેવના લેખોમાં જોવા મળે છે. અલબત્ત, આવું ચિહ્ન અક્ષરની સાથે વિસર્ગ હોય ત્યારે જ પ્રજાયેલું નજરે પડે છે.
આ કાલ દરમ્યાન શબ્દોને અલગ અલગ બતાવવા માટે વિરામચિહ્યો કવચિત નાની રેખારૂપે મળે છે. મોટાભાગે એ સૂચવવા માટે એક ઊભો દંડ કે ઊભી રેખા કરેલી હોય છે.૩૯ મંગલચિત્રો (આકૃતિ ૧૦)
ચૌલુક્યકાલીન અભિલેખમાં લેખના પ્રારંભમાં વિવિધ પ્રકારનાં મંગલચિહ્નો પ્રયોજવામાં આવતાં હતાં (જુઓ અહીં આકૃતિ). આ કાલ દરમ્યાન બે પ્રકારનાં મંગલચિહ્નો પ્રયોજાતાં હતાં. શંખાકાર મંગલચિહ્ન અને છ નું મંગલચિહ્ન.
ખાકાર અને
ના
મંગલ શિકની.
Ple cer