________________
૨૫૬
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન
આ મંદિર હાલ કનખલમાં આવેલું છે. આ મંદિર મોક્ષેશ્વરદેવીએ બંધાવ્યુ હતુ. લેખમાં જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં કાળા પથ્થરના સ્ત ંભોની હાર કરાવાઇ હતી.
આ પૂર્વે બતાવ્યા મુજબવિ. સ. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ના ભીમદેવ ૨ જાના સોમનાથ પાટણના શિલાલેખમાં ભીમદેવ ૨ જાએ સોમનાથ પાટણના મદિરમાં મેધધ્વનિ નામવાળા સામેશ્વરમડપ બધાવ્યાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત શ્રીધરે સામનાથ પાટણમાં માતા રાહિણીની યાદમાં છે શિવમ ંદિર કરાવ્યાં હતાં એવા ઉલ્લેખા થયેલા છે.
અભિનવ સિદ્ધરાજના વિ. સં. ૧૨૮૦ (ઇ. સ. ૧૨૨૩–૨૪)ના કડીના તામ્રપત્રમાં સણખલપુરમાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિરો બંધાવ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ સલખણુપુર વદ્ઘિ પથકની (એટલે કે હારીજ કે વીરમગામ તાલુકાની) પાસે આવેલાં છે. આ મંદિરે સોલ'કી રાણા લૂપસાકે એની માતા સલખણદેવીના પુણ્યાર્થે કરાવ્યાં હતાં.
ભીમદેવ ૨જાના વિ. સ'. મંદિરનો ઊલ્લેખ થયેલા છે. આ
૧૨૮૩ (ઇ. ૧૨૨૬)ના કડી તામ્રપત્રમાં મૂલેશ્વર મંદિર માંડલમાં આવેલુ હતુ .
વિ. સં. ૧૨૮૬ (ઈ. સ. ૧૨૩૦)ના ભીમદેવ ૨ જાના સમયના શિલાલેખમાં કામનાથ મ`દિરના નિર્દેશ થયેલા છે. આ મંદિર ઘેલાણા (તા. માંગરાળ, જિ. જૂનાગઢ) ગામની દક્ષિણે થાડા અંતર ઉપર નાળી નદીના પશ્ચિમ કાઠે આવેલુ છે.
વિ. સ’. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૭૧)ના ભીમદેવ ૨ જાના કડીના તામ્રપત્રમાં સલખણુપુરમાં બંધાયેલા આનલેશ્વર અને સલખણેશ્વર મદિરાનો નિર્દેશ થયેલો છે. આ પહેલાં વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩-૨૪)ના ભીમદેવ ૨જાના કડીના તામ્રપત્રમાં પણ આ મંદિરના નિર્દેશ થયેલા હતા. આ પરથી એમ કહી શકાય કે આ મંદિરના નિભાવ અર્થે બે વાર દાન અપાયેલ હતાં. ઉપરાંત વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૭૨)ના તામ્રપત્રમાં ત્રીજી વાર પણ આ જ દિને દાન અપાયાના ઉલ્લેખ મળે છે.
વિ. સ. ૧૨૯૦ (ઇ. સ. ૧૨૩૪)ના ભીમદેવ ૨ જાના મિયાણીના શિલાલેખમાં મિયાણી (તા. પાચ્યંદર, જિ. જૂનાગઢ)માં આવેલ નીલક૪ મહાદેવના મંદિરના ઉલ્લેખ થયેલા છે. આ મદિરના મંડોવરની જધાના ગવાક્ષામાં આવેલ કૃતિ શિલ્પેમાં દક્ષિણ બાજુનું લકુલીશનું શિલ્પ ઉલ્લેખનીય છે. મંદિરની દ્વારશાખાના