________________
કલા
૨૫૫
આવેલ છે. આ મંદિર પાટણ તા. વેરાવળ, (જિ. જૂનાગઢ)ના અત્યારના પ્રસિદ્ધ, સેમિનાથના મંદિરના સ્થાને આવેલું હતું. આ લેખમાં મંદિર માટે “પ્રાસાદ' શબ્દ પ્રોજાયેલ છે, જે “મેરુપ્રાસાદ હતિ.
ભીમદેવ ૨ જાની વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ની સોમનાથ પાટણની શ્રીધરપ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવે સોમનાથના મંદિરની આગળ મેઘધ્વનિ નામને સોમેશ્વર–મંડ૫ કરાવ્યું હતું.
અજયપાલન વિ. સં. ૧૨૨૯ (ઈ. સ. ૧૧૭૩)ના ઉદેપુરના શિલાલેખમાં વૈદ્યનાથ મંદિરનો ઉલ્લેખ થયેલ છે. આ મંદિર ઉદેપુરમાં આવેલું છે.
વિ સં. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૮-૭૯)ના ભીમદેવ ૨ જાના કિરાડુના શિલાલેખમાં કિરામાં આવેલ સોમેશ્વર–મંદિરનું નિર્દેશ થયેલ છે.
વિ. સં. ૧૨૪૯ (ઈ. સ. ૧૧૯૨–૯૩)ના ભીમદેવ ૨ જાના ગાળાના શિલાલેખ (ગાળા, તા. ધ્રાંગધા)માં આવેલ એક ખંડિત મંદિરને ઉલ્લેખ થયેલ છે.
ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૯૩ (ઈ. સ. ૧૨૦૭)ના કડીના તામ્રપત્રમાં ભીમેશ્વરના અને લીલેશ્વર મંદિરના ઉલ્લેખ થયેલા છે. આ મંદિરે સમરસિંહ ચાહમાનની પુત્રી રાણી લીલાદેવીએ માલકતરી લીલાપુર ગામમાં બંધાવેલાં હતાં તેમજ બીજી રાણી સુમલાદેવીએ ઘુસડી(તા. વીરમગામ)માં સુમલેશ્વરનું મંદિર બંધાવ્યું હતું.
આ જ સમયના કુંભારિયાના એક શિલાલેખમાં ૨૯ કુંભેશ્વર મહાદેવના એક મંદિરનો ઉલ્લેખ થયેલ છે. આ મંદિર કુંભારિયા (તા. દાંતા, જિ. બનાસકાંઠા)માં જૈનમંદિરના સમૂહની બાજુમાં આવેલું છે. આ મંદિર તદ્દન સાદુ છે. ગર્ભગૃહની સંમુખ ગૂઢ મંડપ આવેલ છે. ગર્ભગૃહ શિખરાન્વિત છે, જ્યારે મંડપ પર ઘૂમટનું છાવણ છે. આ મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ, લક્ષ્મી અને ઉમામહેશ્વરનાં શિલ્પ આવેલાં છે. આ મંદિર આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
વિ. સં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૮)ના ભામદેવ ર જાના સમયના મહેર જગમલ્લના ટિમાણના તામ્રપત્રમાં જગમલ્લ મહેરે તળાજામાં ચઉડેશ્વર અને પૃથિવીદેવીશ્વરનાં મંદિર બંધાવ્યાની નેંધ છે.
ભીમદેવ ર જાના વિ.સં. ૧૨૬૫ (ઈ.સ. ૧૨૦૯)ના આબુના શિલાલેખમાં ૩૦ આબુ (જિ. શિહી, રાજસ્થાન)ના કોટેશ્વર મંદિરને ઉલ્લેખ થયેલ છે. લેખમાં જણાવ્યા મુજબ એ મંદિરને એ વખતે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતે.