________________
૨ ૫૩.
કલા
વિ. સં. ૧૧૪૮માં કર્ણદેવ ૧ લાએ બંધાવ્યું હોવાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જેકે તામ્રપત્રમાં આ મંદિરને નિર્દેશ થયેલ નથી, પરંતુ લેખમાં “ફર” મહાદેવનો ઉલ્લેખ થયેલો છે, જેનાં વિવિધ અર્થધટન કરવાનો પ્રયાસ થયેલ છે. આ લેખના સંપાદક ઈ. હુડ્ઝ લેખમાં ઉલ્લિખિત વાવ ઠફકુર મહાદેવે બંધાયાનું કહ્યું છે.૨૪ અર્થાત હુઝ ઠફકુર મહાદેવને વ્યક્તિ તરીકે ઓળખાવે છે. જ્યારે ડો. સાંકળિયા એવું અર્થઘટન કરે છે કે “આ વાવ ઠફકુર મહાદેવ માટે બાંધવામાં આવી હતી. સામાન્ય રીતે દેવને “ઠાકુર” કહેવાનો રિવાજ છે એટલે આને, અર્થ એ થયો કે વાવ “ઠાકુર મહાદેવ” નામના મંદિર માટે બાંધવામાં આવી હોય.૨૫
આ મંદિર હાલ મહેસાણું જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું છે. મંદિર પૂર્વાભિમુખ છે. એ ગર્ભગૃહ, રંગમંડપ અને શૃંગારકીનું બનેલું છે. .
સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ના ગાળાના શિલાલેખમાં ગણેશ અને ભટ્ટારિકાદેવીના મંદિરનું નિર્દેશ થયેલ છે. આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના ગાળા ગામ પાસે આવેલ છે. હાલ આ મંદિર ત્યાં અસ્તિત્વ ધરાવે છે.
વિ. સં. ૧૧લ્પના (ઈ. સ. ૧૧૩૮) સિદ્ધરાજ સિંહનાં કચ્છ-ભદ્રેશ્વરના શિલાલેખમાં ચોખંડા મહાદેવને ઉલ્લેખ થયેલો છે. આ મંદિર (તા. ભૂજ જિ. કચ્છ)માં આવેલું છે. આ મંદિર પૂર્વાભિમુખ છે. મંદિર ગર્ભગૃહ, મંડપ, પ્રવેશચોકી વગેરે અંગોનું બનેલું છે.
વિ. સં. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૦)માં સિદ્ધરાજ જ્યસિંહના દાહોદના શિલાલેખમાં ગેગ્નારાયણના મંદિરને ઉલ્લેખ થયેલ છે. આ મંદિર વિષ્ણુમંદિર નહિ, પરંતુ સુર્યમંદિર હતું. આ મંદિર દાહોદમાં આવેલું હતું. ૨૬
સિદ્ધરાજ જયસિંહના નામ વગરના વિ. સં. ૧૧૯૮ (ઈ. સ. ૧૧૪૧-૪૨)ના શિલાલેખમાં એક મંદિરને ઉલ્લેખ થયેલે છે, ૭ પણ એમાં મંદિર વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી.
. . વિ. સં. ૧૨૧ (ઈ. સ. ૧૧૪૪–૪૫)ના કુમારપાલના ગાળાના શિલાલેખમાં ઉપર્યુક્ત ભટ્ટારિકાદેવીના મંદિરનો ઉલ્લેખ થયેલ છે. . વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪)ના શિખાલેખમાં સહચિંગેશ્વર મંદિરને ઉલેખ થયેલ છે. આ મંદિર સહજિંગના નાના પુત્ર સોમરાજે બંધાવ્યું હતું.