________________
૨પર
ગુજરાતના ચાલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન
મંદિરની રચનાશૈલીની દષ્ટિએ આ મંદિર ગુજરાતનાં અન્ય મંદિરે કરતાં જુદું પડે છે.૧૯
આ મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરના ગર્ભગૃહનું તલમાન અંદરની બાજુએ (૧૧૪ ૧૧) સમરસ છે. દરેક દિશામાં ભદ્રનિગમોને કારણે સમરસ મડ૫નું તલમાન કેસ કે સ્વસ્તિક આકારનું બન્યું છે. મંડપના મધ્યભાગમાં આઠ સ્તંભ કરેલા છે. આ સ્તંભ ભદ્રકઘાટના બનેલા છે. મંડપની વેદિકા પર વામન કદના યુમ્મસ્તની રચના કરેલી છે. મં૫ની આગળની પ્રવેશએકી સંપૂર્ણપણે નાશ પામી છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત લિંગ અને જલાધારીને પહોંચવા માટે સોપાનશ્રેણીની રચના કરેલી છે. એની આ પ્રકારની રચનાને લઈને ડે. સાંકળિયા આ મંદિરને ચીલુથીલીનું ગણાવે છે.૨૦
શ્રી ઢાંકી આ મંદિરને “અપરાજિતપૃચ્છા” વગેરે ગ્રંથોના આધારે “ભૂમિજ” પ્રકારનું જણાવે છે. આ ઉપરાંત મંદિરનાં તલમાન અને સુશોભનથી દષ્ટિએ કુમારપાલના સમયના સેમનાથના મંલિ સાથે સામ્ય ધરાવતાં હોવાથી તેઓ આ મંદિરને ૧રમી સદીનું માને છે.૨૧
વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭ોના મૂલસજ ૧ લાના કડીના તામ્રપત્રમાં મૂલેશ્વર મંદિરને ઉલ્લેખ થયેલું છે. આ મંદિર હાલ અસ્તિત્વ ધરાવતું નથી. આ મંદિરના સ્થળ માટે જુદા જુદા મત પ્રવર્તે છે. શ્રી સોમપુરાએ આ મંદિરનું સ્થળ વદ્ધિ વિષયમાં દર્શાવ્યું છે.૨૨ વદ્ધિવિષયમાં ચાણસ્મા અને હારીજ તાલુકાના કેટલાક ભાગ સાથેના વીરમગામ તાલુકા સાથેના પ્રદેશને સમાવેશ થતો હિતે. લેખ પ્રમાણે આ મંદિરને વિ. સં. ૧૦૪૩ માં મોઢેરા વિભાગનું એક ગામ દાનમાં આપ્યું હતું. આ દાન રાજા કણે શ્રીસ્થલ(સિદ્ધપુર)ના રુદ્રમહાલયના દેવને પૂજીને આપ્યું હોવાના ઉલ્લેખ મળે છે એ પરથી આ મંદિર એ સમયથી બધાવાનું શરૂ થયું હોવાનું કહી શકાય.
ગુજરાતનું હાલનું સુવિખ્યાત સૂર્યમંદિર મોઢેરામાં આવેલું છે. આ મંદિરના બાંધકામ અંગે કોઈ સ્પષ્ટ અને વિગતપૂર્ણ આભિલેખિક પુરાવા પ્રાપ્ય નથી. અલબત્ત, મંદિરની પાછલી દીવાલના એક ભાગમાં “વિક્રમ સંવત ૨૦૮” (ઈ. સ. ૧૦૨૭) એમ લખેલું વંચાય છે.૨૩ આ પરથી સંભવતઃ આ મંદિર એ સમયે બંધાયું હોવાનું જણાય છે.
વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૧૨૮)ના સિદ્ધરાજ જ્યસિંહના સુણસરના તામ્રપત્રમાં નીલકંઠ મહાદેવના મંદિરનું નિર્દેશ થયેલ છે. આ પહેલાં આ મંદિર