________________
કાલગણના અને સમયનિર્દેશ છે.
૨૪૧
(૫) શ્રી રાજેન્દ્ર રાયજાદાએ સોરઠના ચૂડાસમા રાજા રા'ખેંગારે પોતે સિદ્ધરાજની
સેનાને ભગાડીને પુનઃ સોરઠમાં પોતાની સત્તા પ્રવર્તાવી એના માનમાં આ સંવત શરૂ કર્યો હોવાની સંભાવના રજૂ કરી. આ મંતવ્ય પણ સ્વીકાર્ય બનતું નથી, કારણ કે ચૂડાસમાઓના કેઈ લેખમાં સિંહ સંવતને પ્રયોગ થયું નથી. બીજુ, રા'ખેંગારે સિદ્ધરાજની સેનાને પરાજિત કર્યાના પ્રમાણે પણ મળતાં નથી.
ઉપયુક્ત પાંચેય મંતવ્યો અને એનાં વિવેચનેને લક્ષ્યમાં લેતાં એમ સંભવિત જણાય છે કે સિદ્ધરાજ જયસિંહે સોરઠ—વિજયની સ્મૃતિમાં સિંહ સંવત શરૂ કર્યો હોય, કારણ કે એ સંવતને પ્રવેગ જેમાં થયો છે તે અભિલેખે કઈ રીતે ચૌલકી રાજવીઓ સાથે સંકળાયેલા છે જ. અલબત્ત, એ સંવત આ ઘટનાની
અતિમાં સોરઠના સ્થાનિક મંડલેશ્વરે શરૂ કર્યો હોય અને એ સંવત સ્વાભાવિક રીતે જ સ્થાનિક લેકેમાં આદર પામ્યું ન હોય. આને લીધે જ્યાં જ્યાં આ સંવત પ્રજામે છે ત્યાં એને ગૌણ સંવત તરીકે પ્રયોગ થયો હોય અને કાદર નહિ પામવાને લીધે આ સંવત -દોઢ વર્ષે લુપ્ત થયું હોય. વસ્તુતઃ શ્રી મધુસૂદન ઢાંકીએ કહ્યું છે તેમ, મૂલતઃ આ સંવતને પ્રયોગ જ નિર્બળ હોઈએ વિક્રમ સંવત કે શક સંવતની પ્રચલિત પરંપરાની સામે ટકી શક્યો નહિ અને એ દેઢ સેકા જેટલું જીવી લુપ્ત થઈ ગયે. સિદ્ધહેમકુમાર સંવત
આ સંવત વિશે સર્વ પ્રથમ મુનિશ્રી પુણ્યવિજ્યજીએ ધ્યાન દોર્યું છે. ૭૭
આ સંવત શત્રુજ્ય પર આવેલા ચામુખજીની ટૂંકના મૂળ મંદિરના ડાબી આજના મંદિરમાં આવેલી એક ધાતુપ્રતિમા પર છેતરે છે.૮ લેખ બહુ નાનો છે. આમાં એ સંવતનું વર્ષ આપેલું છે, પરંતુ એની સાથે અન્ય કોઈ સંવતનો નિદેશ કરેલ નથી.૭૮ આ સિવાય સિદ્ધ–ડેમ–કુમાર સંવત વિશે બીજા કોઈ આભિલેખિક ઉલ્લેખ મળતા નથી.
સાહિત્યમાં આનો એક સંદર્ભ છે. ભારતીબહેન શેલતે શેધી કાઢયો છે૮૦ એમાં એમના જણાવ્યા પ્રમાણે “અભિધાનચિંતામણિ” ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે પોતે લખેલી ટીકામાં આ સંવતને નિર્દેશ કર્યો છે, પરંતુ આ સાહિત્યિક ઉલ્લેખ સિવાય બીજી કોઈ જગ્યાએ એને ઉલ્લેખ થયું નથી.૪૨
ઉપયુક્ત બને ઉલ્લેખને લક્ષ્યમાં લઈ ડૉ. ભારતીબહેન શેલત એવા અનુમાન પર આવ્યું છે કે આ સંવત કુમારપાલે જનધમ અપનાવ્યું એના સંદર્ભમાં