________________
કાલગણના અને સમયનિર્દેશ
૨૨૧
ભીમદેવ ર જાના સમયનું એક તામ્રપત્ર મળી આવ્યું મનાયું છે.૧૩ આ તામ્રપત્રની મિતિ ફલીટે સિંહ સંવત ૯૭ વાંચેલી છે. એમણે આ સિંહ સંવતના વર્ષ ૯૩ બરાબર વિક્રમ સંવત ૧૨ ૬૨-૬૩ હોવાને અને ભીમદેવ ૨ જા (વિ. સં. ૧૨૩૫ થી ૧૨૯૮) સાથે ઓળખાવવાને તર્ક કરેલે છે,૧૪ પરંતુ આ લેખની વિગતે ઝીણવટથી તપાસતાં જણાય છે કે એમાં જણાવેલ લેખક અને દૂતક તેમજ ભીમદેવ ૧ લાના રાધનપુરના લેખ૧૫ અને પ્રિન્સ ઓફ વેસ મ્યુઝિયમના લેખ૧૬ (બનેને સમય વિ. સં. ૧૦૯૬)માં જણાવેલ લેખક અને દૂતક બંને એક જ છે. આ જ પ્રમાણે આ લેખના દાતા અને લેખકને ભદ્રેશ્વરના ભીમદેવ ૧ લાના લેખ વિ. સં. ૧૧૧૭ માં નિર્દેશ થયે છે,૧૭ આથી આ લેખમાં જણાવેલ વર્ષ વિ. સં. ૧૧૦૭ માં શરૂ થયેલ સિંહ સંવત તરીકે ઉલ્લેખી શકાય નહિ. વર્ષ સ્પષ્ટ રીતે ભીમદેવ ૧ લાના રાજ્યકાલ વિ. સં ૧૦૮૦ થી ૧૧૨૨ વચ્ચે આવે છે, ૧૮ આથી લેખમાં જણાવેલ સ. ૯૩ એ ખરેખર વિ. સં.ને હવે જોઈએ. એમાં શતકના અંક અધ્યાહત હોય અને એ અધ્યાહત શતકના અંક ૧૦ હોવાનું જણાય છે.
આ સંદર્ભમાં એમ પણ કહી શકાય કે કચ્છમાંના ચૌલુક્યોના બધા લેખો વિ. સં.ના છે અને તેમાંના કેઈમાં પણ સિંહ સંવત વપરાયો નથી.
બીજુ વર્ષ રાજા સિંહદેવના સમયના અત્રમાંથી મળેલ શિલાલેખમાં સેંધાયેલું છે જે સંભવતઃ સિં. સંનું વર્ષ છે.આ શક્યતાને આધારે આ લેખમાં જણાવેલ રાજાને ચૌલુક્ય રાજા સિદ્ધરાજ સિંહ સાથે ઓળખાવાનું સૂચવાયેલું છે. આને વધુ અભ્યાસ કરતાં દર્શાવાયું છે કે આ લેખમાં જણાવેલ વર્ષ ૧૪ ને વિ. સં. (૧૩) ૧૪ તરીકે ચોક્કસપણે લઈ શકાય અને નિર્દિષ્ટ રાજા માળવાના પરમાર વંશના રાજા સિંહદેવ ૨ જા સાથે ઓળખાવી શકાય. તેના બીજ જાણીતા અભિલેખો વિ. સં. ૧૩૧૧ અને ૧૩૧૨ના છે.)૨૦ આ રાજાઓની સત્તા કેટા પ્રદેશમાં ૧૧ મી સદીથી ૧૩મી સદી સુધી હતી.૨૧
કદેવના સમયના સેવાકીના લેખમાંનું વર્ષ છે. આર. ભાંડારકરે સં. ૩૧ વાંચ્યું છે. એમણે લેખમાં જણાવેલ રાજને નાડોલના ચાહમાન રાજા કટ્ટરાજ તરીકે ઓળખાવ્યું છે, જ્યારે તષ સિંહ સંવત હોવાનું જણાવ્યું છે. સિંહ સં. ૩૧ બરાબર વિ. સં. ૧ર૦૦નું વર્ષ ગણવી શકાય. પંડિત ગીરીશંકર હી. ઓઝાએ આ વર્ષ (વર્ષ ૩૧)ના વાચનની સત્યતા અંગે શંકા કરી છે અને એઓ વધુમાં ઉમેરે છે કે ઉલિખિત વર્ષ સિં સં નું ન હોઈ શકે, કારણ કે નાડોલને ચાહમાન રાજાઓના લેખોમાં ક્યાંય સિંહ સંવત વપરાયો નથી.