________________
૨૦
ગુજરાતના ચોલુકWકાલીન અભિલેખે : એક અધ્યયન
આ સંવતનાં વર્ષ કાન્નિકાદિ અને એના માસ પૂર્ણિમાન્ત હોવાનું સ્પષ્ટપણે જણાવેલ છે. એના વર્ષમાં ૩૧૮–૧૯ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. (૪) સિંહ સંવત ઃ
ચૌલુક્યકાલીન અભિલેખમાંના કેટલાક લેખોમાં સિંહ સંવતને નિર્દેશ થયેલ છે. આ સંવતને ઉલ્લેખ કરતા મોટા ભાગના લેખો દક્ષિણ સોરઠના જૂનાગઢ જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે. અભિલેખોમાં આ સંવતનું નામ સ્પષ્ટતઃ “સિંહ સંવત” પ્રોજેલું છે, જેમાં આ સંવતનાં વર્ષ ૩ર થી ૧૫૧ ની મિતિઓ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત સંવતના વર્ષની સાથે બીજા જાણીતા સંવતે વિક્રમ સંવત કે વલભી સંવત કે હિજરી સંવતનો પણ નિર્દેશ થયેલ છે. આ લેખની વિગતે નીચે મુજબ છે : (૧) સિં. સં. ૩૨ વિ. સં. ૧૨૦૨. આ લેખ માંગરોળની ઢળી વાવમાંથી
મળી આવેલ છે. આ લેખમાં માંગરોળના શાસક ગૃહિલવંશના મૂલુકના ભાઈ સોમરાજે પિતા સહજિંગના સ્મરણાર્થે મંદિર બંધાવ્યું હતું તેના નિભાવ અથે વાવ તથા જકાતની અમુક આવક બાંધી આપી હતી તે વિષયને લગત છે.૮
(૨) સિ. સં. ૬૦, વ. સં. ૮૫૫ પ્રભાસ પાટણનો. શિલાલેખ આમાં મંત્રી
ધવલની પત્નીએ બે મંદિર બંધાવ્યાં અને એના નિભાવ અર્થે ગામ દાન
કર્યાના ઉલ્લેખ છે.૧૦ (૨) સિ. સં. ૬, વિ.સં. ૧૨૬૬ નાં વંથલીનાં તામ્રપત્ર. એમાં કોઈ ઊતરતા
દરજ્જાનાં માણસોએ વાવ, પરબ, ખેતર, વગેરેનું દાન કર્યું હતું એની
વિગતે સેંધાયેલી છે. ૧૧ (૪) સિં. સં. ૧૫૧, વિ. સં. ૧૩૨૦, વ. સં. ૯૪૫, હિ. સ. ૬૬૨, વેરાવળ
હરસિદ્ધિ માતાના મંદિરમાંના લેખમાં ઈરાનના અખાતના ખોજ શ્રીમંત પીરાજે સોમનાથ પાટણના વાજા શ્રી ઝાડ પાસેથી જમીન ખરીદી એ ઉપર મસ્જિદ બાંધ્યાની તથા એના નિભાવ અથે કરેલી વ્યવસ્થાની વિગત આપેલી છે. ૧૨
ઉપર્યુક્ત પુરાવાઓ ઉપરાંત કેટલાક લેખમાં સિંહ સંવતના સંભવતઃ નિદેશે થયેલા છે જે નીચે પ્રમાણે છે :