________________
કાલગણના અને સમયનિર્દેશ
૨૧૭
(૧) વિક્રમ સંવત (૨) શક સંવત . (૩) સિંહ સંવત (૪) વલભી સંવત (૫) સિદ્ધ–હેમ–કુમાર–સંવત
આ પાંચ પ્રકારના સંવતમાં મુખ્યત્વે વિક્રમ સંવતને ઉપયોગ વધુ થયેલે છે. કુલ ૬૪૪ લેખોમાંથી ૬૦૩ લેખમાં એને પ્રયોગ થયો છે, જેમાં પ્રતિમાલેખ ૪૦ અને લેખે ૧૯૯ છે.
શક સંવતના કુલ ૮ લેખે મળે છે, જેમાં એક પ્રતિમાલેખ છે અને સાત શિલાલેખો છે.
સિંહ સંવતના સ્પષ્ટ નિર્દેશવાળા કુલ ૪ લેખ પ્રાપ્ત થાય છે. આ નિર્દેશ શિલાલેખ અને તામ્રપત્રોમાં થયેલ છે.
વલભી સંવતના નિર્દેશવાળા કુલ ૪ લેખ પ્રાપ્ત થયા છે, જ્યારે સિદ્ધહેમકુમારસંવતના નિર્દેશવાળો એક પ્રતિમાલેખ જ્ઞાત થાય છે.
હવે આ સંવતની કમવાર સમીક્ષા અને કરીએ. વિકમસંવત ઃ
આ સંવત અનુશ્રુતિ પ્રમાણે ઉજજેનના પ્રસિદ્ધ રાજા શકારિ વિક્રમાદિત્યના રાજ્યકાલથી પ્રારંભ થયેલું મનાય છે. આ સંવત ઈ. પૂ. પ૭ માં શરૂ થયો છે. પરંતુ આ રાજાનાં ઐતિહાસિકતા, સમય અને અભિજ્ઞાન નક્કી થતાં નથી. આ સંવતને વિક્રમ સંવત તરીકે સૌ-પ્રથમ વાર વર્ષ ૮૯૮માં ઉલ્લેખ થયેલે જેવા મળે છે. આ પહેલાં રાજસ્થાન અને માળવામાં વર્ષ ૨૮૨ થી ૪૮૧ દરમ્યાન “ફૂત” નામે અને વર્ષ ૪૬૧ થી ૯૩૬ દરમ્યાન “માલવગણ” તરીકે અભિલેખમાં નિર્દેશ થયેલ છે. આ પછીના સમયમાં એ “વિક્રમ” તરીકે પ્રચલિત થયેલું. આ સંવતના ઉત્તર ભારતમાં ચૈત્રાદિ વર્ષ અને પૂર્ણિમાન્ત માસની પદ્ધતિ પ્રચલિત છે.૧
ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં વિક્રમ સંવતને વ્યાપક પ્રયોગ થયેલે જોવા મળે છે. ચૌલુક્યકાલના મિતિના નિર્દેશવાળા કુલ ૬૧૭ અભિલેખે મળ્યા છે, જેમાંથી ૬૦૩ લેખોમાં વિક્રમ સંવતને પ્રયોગ થયેલ છે તેમાં પ્રતિમાલેખ ૪૦૪ અને શિલાલેખે–તામ્રપત્રમાં ૧૯–લેખોમાં વિક્રમ સંવતનાં વર્ષ જણાય