________________
કાલગણના અને સમયનિર્દેશ
પ્રાસ્તાવિક :
ચૌલુકયકાલીન અભિલેખાતે આધારે ચૌલુકય રાજવીઓના સમય દરમ્યાન ગુજરાતમાં કેવા પ્રકારની કાલગણનાની પદ્ધતિ પ્રચલિત હતી એની ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. આ મિતિમાં સામાન્ય રીતે વ, માસ, પક્ષ, તિથિ અને વાર આપવામાં આવે છે. આ વર્ષ સામાન્ય રીતે વિક્રમ સંવતનાં હોય છે, સાથે સાથે કેટલાક અભિલેખામાં સિંહ સંવત, શક સંવત, વલભી સંવત અને સિદ્ધહેમકુમાર—સવતનાં વર્ષના આંકડા પણ અપાયા છે.
ચૌલુકયકાલીન અભિલેખામાં મોટા ભાગે સંવતનું નામ આપવામાં આવે છે, કયારેક અધ્યાહાર રાખવામાં આવે છે. વિક્રમ સંવત જ એને ગુજરાતને સૌથી વધુ પ્રચલિત સંવત હોવાના લીધે માત્ર સ્વત’” જણાવ્યા હોય ત્યાં વિક્રમ સંવતના અથ જ અભિપ્રેત હોય છે, પરંતુ એના બદલે ખીજો કોઈ સવત જે ઉલ્લિખિત હાય તેા ત્યાં તે સંવતનું નામ સ્પષ્ટ આપવામાં આવે છે.
અભિલેખામાં ઉલ્લિખિત સવતા તથા એએની ઉત્પત્તિ નક્કી કરવા માટે વિદ્વાનોએ ઘણા શ્રમ ઉઠાવેલા છે જેની અહીં સમીક્ષા કરવી આવશ્યક ગણાય. આ ઉપરાંત વા પ્રારંભ કયા માસથી ગણાતો અને માસના પ્રારંભ કયા દિવસથી ગણાતા એ પણ સમજવું જરૂરી છે. વર્ષ અને તિથિની સ`ખ્યા મોટા ભાગે આંકડાઓમાં આપવામાં આવતી, કયારેક શબ્દોમાં પણ આપવામાં આવતી. કેટલાક પ્રચલિત શબ્દોના સક્ષેપમાં હાલની જેમ એના અક્ષરોનો પ્રયોગ કરવામાં આવ હતા, જેમકે સ, સવ કે સવત (સ'વત્સર); (શુદ્ધ) વગેરે.
ચૌલુકયકાલીન સમગ્ર અભિલેખોને અભ્યાસ કરતાં કુલ લેખામાં પ્રતિમાલેખા, શિલાલેખા અને તામ્રપત્રોની સખ્યા ૬૪૪ છે. આ લેખાને આધારે અભિલેખેમાં કુલ પાંચ પ્રકારના સંવતના પ્રયોગ થયેલા જણાય છે :