________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન
વસ્તુપાલ અને તેજપાલે જે જે સતકાર્યાં કર્યા તેના પ્રેરણાપુરુષ એ હતા. એમના ઉપદેશથી વસ્તુપાલ-તેજપાલે ગિરનારની યાત્રાના મોટા સંધ કાઢયો હતો. આ સંધમાં સ્ત્રીવને ગાવા માટે ગિરનારના ધાર્મિક મહિમાને વ્યક્ત કરતા આ સુંદર અને ઐતિહાસિક રાસ રચેલ. એમણે આ કવિની “વિવેકમજરી” ઉપરની ખાલચંદ્રસૂરિની ટીકાનું સાધન કયુ` હતુ`. એમણે સસ્કૃતમાં એકથી વધુ રચના કરી હતી. એમના સ`સ્કૃત શીધ્રકાવ્યોનો ઉલ્લેખ પ્રબધામાં પણ આવે છે.૮૯
૨૦૨
(ઈ. સ. ૧૯૫૯)ના પ્રતિમાલેખમાં પૂર્ણ તલગચ્છના હતા.
હેમચ’દ્રસુરિ : વિ. સ. ૧૨૧૫ હેમચંદ્રસૂરિના નિર્દેશ થયેલા છે.૮૦ એ ચાલુકયકાલમાં સિદ્ધરાજ અને કુમાપાલના સમય દરમ્યાન આ મૂરિ થયા હતા. ગુજરાતના ઇતિહાસમાં કલિકાલસર્વજ્ઞ તરીકે ખ્યાતિ પામેલા આ હેમચંદ્રન સમય સુવર્ણ કાલ હતા. આ સમય દરમ્યાન આ. હેમચંદ્રસૂરિએ વિદ્યા અને સાહિત્યના ક્ષેત્રમાં ગુજરાત જ નહિ, આખાયે ભારતવર્ષના સાહિત્યાચાય સ્વરૂપે અદ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ હેમચંદ્રસૂરિતા જન્મ વિ. સં. ૧૧૪૫ (ઈ. સ. ૧૦૮૯)માં ધંધુકામાં થયા હતા. એમણે વિ. સં. ૧૧૫૦ (ઇ. સ. ૧૦૯૪)માં આ. દેવચ`દ્રસૂરિ પાસે ખભાતમાં દીક્ષા લીધી હતી. એમણે “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણગ્રંથ એની લઘુતિ અને શ્રૃતિ સાથે રમ્યા હતા. એમણે વ્યાકરણની સાથે સાથે “અભિધાનચિંતામણિ”, “અનેકાથસંગ્રહ': “નિધટુકોશ” અને “દેશીનામમાલા” જેવા શબ્દકોશો, “ધાતુપારાયણ”, “લિ...ગાનુશાસન”ની રચના કરી હતી. એમણે એમના સિદ્ધહેમ શબ્દાનુશાસન (વ્યાકરણ)ના છેલ્લા−૮મા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ અને એના એક ભાગરૂપે ચોથા પાદને અંતે અપભ્રંશ વ્યાકરણની સૌપ્રથમ વાર રચના કરી હતી. આ ઉપરાંત કાવ્યાનુશાસન”ના “અલંકારગ્રંથ”, “છંદોનુશાસન’ જેવું છંદઃશાસ્ત્ર, ‘પ્રમાણમીમાંસા”, “અન્યયોગવાત્રિંશિકા” અને “વેદાંકુશ” જેવા દ"નત્ર થા, સ ંસ્કૃત–પ્રાકૃત દ્વાશ્રય જેવાં ઇતિહાસ—કાવ્યો, “ત્રિષષ્ટિશલકાપુરુષચરિત’ અને “પરિશિષ્ટપવ” જેવાં પુરાણકાવ્યો, “ધોગશાસ્ત્ર” જેવા યોગેવિષયક ગ્રંથ, “અનુન્નીતિ” જેવા નીતિવિષયના ગ્રંથ અને સ્તુતિ–કાવ્યની રચના કરી એમની વિદ્યાવિષયક વૈવિધ્યપૂર્ણ સાહિત્ય કૌશલની ઓળખ કરાવેલી.૯૧ પિટ'ન નામના વિદ્વાને એમની સાહિત્યરચનાઓથી આશ્રમુગ્ધ બની એમને જ્ઞાનમહાદધિ”ના બિરુદથી નવાજ્યા હતા.૯૨