________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન
વિ. સ. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૦)ના દાહોદના લેખમાં પણ લેખની શરૂઆત ૩૪ નમા મરતે વાસુવાય” થી કરેલ છે.
66
૧૯૬
ભાવબૃહસ્પતિએ વિષ્ણુપૂજન વિષયક વૃત્તિઓના ઉદ્ધાર કર્યો હતો એવા ઉલ્લેખા વેરાવળના વિ. સ’. ૧૨૨૫ ના લેખમાં જોવા મળે છે.૫૮
ભીમદેવ ૨ જાના સમયમાં વિપ્ર શ્રીધરે વિ. સ. ૧૨૭૩ માં માતાના નામ પરથી રાહિણીસ્વામીનું મંદિર કરાવેલુ હોવાનુ તેાંધાયુ છે. આ વૈષ્ણવ મદિર હોવાનું પ્રતીત થાય છે. વિ. સ. ૧૨૩૧ માં અયપાલે અગિયારસના ઉપવાસ કરીને શિવ અને પુરુષોત્તમની પૂજા કર્યાના સ્પષ્ટ ઉલ્લેખા છે. ધોળકામાં આવેલા લક્ષ્મીનારાયણ–મઠમાં ચતુર્ભુજ વિષ્ણુની એક પ્રતિમા વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)માં પ્રતિષ્ઠિત કર્યાના ઉલ્લેખ છે.૫૯
આમ ઉપરનાં પ્રમાણા જોતાં સ્પષ્ટ જણાય. ને કે ચૌલુકકાલ દરમ્યાન ગુજરાતમાં વૈષ્ણવ ધર્માંની અસર ઠીક ડીક હશે.
આદિત્યપૂજા:
પ્રાચીન ભારત વર્ષમાં છેક વેદકાળથી આદિત્યપૂજા પ્રચલિત હતી અને ચૌલુકયકાલમાં પણ આદિત્યપૂજા થાડા પ્રમાણમાં ચાલુ રહેલી જોવા મળે છે. આદિત્યપૂજાના સાહિત્યિક ઉલ્લેખો વિશેષ છે, જ્યારે આભિલેખિક પુરાવા જૂજ ઉપલબ્ધ થાય છે..
આ કાલ દરમ્યાન ૧૧ મી સદીમાં ભીમદેવ ૧ લાના સમયમાં મોઢેરાનું સૂર્ય^મદિર એ પ્રાચીન મહામદિશમાં અત્યંત પ્રસિદ્ધ છે. “સરસ્વતીપુરાણ”માં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજ જયસિહે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે ભાલ્લસ્વામીનું સૂર્યમંદિર અધાવ્યુ` હતુ`. F
મહામાત્ય વસ્તુપાલે ખંભાત પાસેના નગરક (નગરા)માં જયાદિત્ય નામે સૂર્યની મૂર્તિ પાસે એમની બે પત્નીએ રન્નાદેવી અને રાજદેવીની મૂર્તિ પધરાવતી હતી૬૧, વિ. સ. ૧૨૯૩માં ખેરાળુમાં સૂર્ય અને એમની બે પત્નીઓની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ વસ્તુપાલે કરી હતી, જે બેઉને આ પહેલાં નિર્દેશ થયો છે.
ગણેશપૂજા :
ગણપતિને વિઘ્નહર્તા દેવ તરીકે ગણવામાં આવે છે અને એમની પૂજા ઘણા પ્રાચીન સમયથી ગુજરાતમાં પણ પ્રચલિત હતી. ચૌલુકયકાલમાં ગણપતિની પૂજા થતી હશે એમ અભિલેખિક પુરાવા લેતાં જણાય છે. જોકે ગણેશનાં સ્વતંત્ર