________________
ધાર્મિક સ્થિતિ પૂજાના સાહિત્યિક ઉલ્લેખ વિશેષ પ્રાપ્ત થાય છે, પરંતુ એના આભિલેખિક પુરાવા નહિવત છે.
વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૦૯૪)માં સિદ્ધરાજ સિંહના ગાળાના શિલાલેખમાં સિદ્ધરાજના મહંત અંબપ્રસાદના સંબંધીઓએ ચંદ્રભાગાને કિનારે કૂમતીથમાં ગણેશ તેમજ ભટ્ટારિકાદેવીનું મંદિર કરાવ્યા અંગેની માહિતી મળે છે.
વિ. સં. ૧૨૦(૧) (ઈ. સ. ૧૧૪૪–૪૫)માં કુમારપાલના સમયમાં મણ્ડલીના રહીશ આચાર્ય ભાસ્કરના દીકરાએ અક્ષયતૃતીયાના દિવસે ભટ્ટારિકાદેવીની પૂજા માટે અમુક ક્રમે દાનમાં આપ્યાની નેંધ છે.૫૫
વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૮-૬૯)ના શિલાલેખમાં કુમારપાલે કરેલાં અસંખ્ય પ્રકાર્યોને ઉલ્લેખ મળે છે તેમાં એણે ગૌરીમંદિર ૫ર સુવર્ણકલશ ચડાવ્યાનો ઉલ્લેખ થયે છે.
ભીમદેવ ર જાના સમયમાં વિ. સં. ૧૨૯૨ (ઈ. સ. ૧૨૩૬)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે નગરામાં રત્નાદેવીની મૂતિ તેમજ મંદિર કરાવવામાં આવ્યાં હતાં એ ઉલ્લેખ થયેલ છે. પ્રસ્તુત લેખમાં જણાવ્યા પ્રમાણે વસ્તુપાલે ખંભાત પાસેના નગરક-નગરામાં યાદિત્યના મંદિરમાં સૂર્યની મૂતિ પાસે એમની પત્નીઓ રન્નાદેવી અને રાજદેવીની મૂતિઓ પધરાવી હતી.પ૬ વિ. સં. ૧૨૯૩માં ખેરાળમાં સૂર્ય અને એમની બે પત્નીઓની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હતી.૫૭" વૈષ્ણવ સંપ્રદાય
ચૌલુક્યકાલ પહેલાં ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયની અસર સારી હતી. અભિલેખ પરથી જણાય છે કે આ કાળ દરમ્યાન હવે વૈષ્ણવ સંપ્રદાયની તુલનાએ શવ અને જૈન ધર્મને પ્રભાવ વધવા લાગ્યું હતું, આમ છતાં વિષચુપૂજા અને પૌરાણિક વૈષ્ણવ (ભાગવત) ધર્મ પ્રવત ચાલુ રહ્યો હોવાના નિર્દેશ મળે છે.
વિ. સં. ૧૯૦૫ (ઈ. સ. ૯૪૯)ને લેખની શરૂઆત વિષ્ણુના નૃસિંહાવતારની સ્તુતિથી કરેલ જોવા મળે છે.
ગુજરાતમાં ૧૦ મા–૧૧ મા શતકમાં બંધાયેલ મંદિર, જેવાં કે આબુ પરનું વિમલવસતિના મંદિરમાં વૈષ્ણવ સંપ્રદાયને લગતી પ્રતિમાઓ જોવા મળે છે, કર્ણદેવ ૧ લાના નવસારી પાસેના ધમડાછા ગામમાંથી મળેલ વિ. સં. ૧૫૩૧ (ઈ. સ. ૧૦૭૪)ના લેખમાં “નમો માવતે વાવા” માત્રને સ્પષ્ટ ઉલ્લેખ થયેલે છે.