________________
સામાજિંક સ્થિતિ
૧૭૧
કુમારપાલના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના વડનગર–પ્રશસ્તિ લેખમાં કેટલાક ઉલ્લેખા આવે છે. આ ઉલ્લેખા નોંધપાત્ર છે, જેવા કે સિદ્ધરાજ જયસિંહે સિદ્ઘરસ વડે જગતને અનૃણુ (ઋણમુક્ત) કર્યું. આ પ્રકારના ઉલ્લેખામાં પ્રજાની ઋણમુક્તિ કર્યાંના ઉદ્દેશ છે. આ ઉપરાંત કુમારપાલે ચંડીદેવીને વહેતા લાહીથી તૃપ્ત કર્યાનો ઉલ્લેખ છે તે ધાર્મિક માન્યતાના દ્યોતક છે૧૨૧. (આન ંદપુર) વડનગરના. વનમાં સતત ચાલતા યજ્ઞા, દ્વિજોના વૈદ્યાષ, દેવાલયોના ધ્વજોના ફરફરાટ, વિપ્રાંગનાઓના રત્નાલંકાર તથા ગીતધ્વનિના નિર્દેશ એનું દ્વિજમહાસ્થાન તરીકેનું મહત્ત્વ બતાવે છે. એની પાછળ શાંતિક, પૌષ્ટિક કર્મો વડે વિષે નૃપની તથા રાષ્ટ્રની રક્ષા કરે છે એવા પ્રકારની માન્યતા પ્રવતતી હાવાનુ જણાય છે.
૧
વિ. સં. ૧૨૨૫ના કુમારપાલના પ્રભાસપાટણના લેખમાં જણાવ્યા પ્રમાણે સોમનાથ મંદિરના મહંત ભાવબૃહસ્પતિ શિવના નંદીશ્વરનો અવતાર હોવાની માન્યતા એમના સમયમાં પ્રચલિત હતી. આ મદિર ભીમદેવ ૧ લાએ કુમારાવસ્થામાં પથ્થરથી બાંધ્યુ તે પહેલાં લાકડાનું હતું. આ અનુશ્રુતિને વાસ્તવિક ગણાવી શકાય, પરંતુ એની પહેલાં આ મ ંદિર રૂપાનું હતું અને એની પહેલાં સાનાનુ હતું એવી માન્યતા પ્રવર્તીતી હતી. એના ખરાપણાનાં કોઇ પ્રમાણ મળતાં નથી.
ભીમદેવ ૨ જાએ સામનાથ પાટણમાં બધાવેલ કુંડમાં સ્નાન કરવાથી કુષ્ઠ (કાઢ) રાગ પૂર્ણ પણે જતા રહે છે એવી માન્યતા ત્યાંના શિલાલેખમાં ઉલ્લિખિત છે. આ હકીકત નોંધપાત્ર ગણી શકાય.
આ સમયના લોકોમાં મૃતયુગ (સત્યયુગ), કલિયુગ, સ્વર્ગ–નરક, કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિ વગેરેને લગતી માન્યતા પણ પ્રચલિત હતી. જેવી કે ઈ. સ. ૧૦૫૦ ના લેખમાં જણાવ્યા પ્રમાણે૧૨૨ દાનના રક્ષણ માટે અન્ય રાજાને લખેલું છે કે “કન્યા, ધેનુ અને તસુ જેટલી જમીન હરી લે છે તે વિશ્વના પ્રલયકાલ સુધી નરકમાં જાય છે.' વિ. સં. ૧૨૧૩ ના લેખમાં ઉલ્લેખ્યા પ્રમાણે આ દાનને જો લેાપ થાય તે બ્રહ્મહત્યા અને ગહત્યા (૧૬ હજાર ગાયા માર્યા) તું પાપ લાગે.
વિ. સં. ૧૪૭ ના લેખમાં જણાવ્યા પ્રમાણે૧૨૩ સૂર્યગ્રહણના દિવસે દાન આપતી વખતે નદીમાં સ્નાન કરવું, દેવની પૂજા કરવી, સંસારની અસારતાનુ ચિંતન કરવું. આવી રીતે દાન આપવાથી માતાપિતામાં પુણ્ય વધે છે એવી માન્યતા હતી.