________________
૧૭૦
(૧) મેાજશાખ માટે,
(૨) માંસાહાર માટે, (૩) શિકાર માટે.
ગુજરાતના ચૌલુકર્વકાલીન અભિલેખા : એક અધ્યયન
આ કાલના લોકો માંસાહાર પણુ કરતા હશે. આ ઉપરાંત મેાજશેખ માટે સૂરાપાન પણ કરતા હશે; જોકે સૂરાપાનની વિગત અભિલેખામાંથી જાણવા મળતી નથી.
સોલંકીકાલીન લોકો મનોરજન માટે વ્રત રમતા હતા. આ માહિતી અભિલેખાને આધારે જાણવા મળે છે. વિ. સં. ૧૦૫૩ ના હસ્તિક`ડીના ધવલના ખીજાપુરના લેખમાં ૧૧૭ દ્યૂત રમનારના ઉલ્લેખ થયેલો છે. આ લેખમાંના ઉલ્લેખ પ્રમાણે વ્રત રમનારાઓએ એક પેલ્લક આપવા પડતા હતા. આ ૧ પેલ્લક નૃત રમનાર માટે કર તરીકે આપવા પડતા હશે.
૧૧૮ -
રમતગમત અને વિનાદમાં કુટ—યુદ્ધ ૧૧૮ અને આખલાની સાઠમારીને ૧૧ ઉલ્લેખ પણ થયા છે. ગેડીદડાની રમતના ઉલ્લેખા તથા એની માહિતી “ઠ્યાશ્રય”માં૧૨૦ નોંધાઈ છે.
આમ ઉપર્યુક્ત ઉલ્લેખા પરથી ાણી શકાય છે કે ચૌલુકયકાલના લોકો
રમતગમતના શોખીન હતા.
અભિલેખાને આધારે ખાદ્યપદાર્થો વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે. ભીમદેવ ૨ જાના વિ. સ. ૧૨૮૭ ના લેખમાં ખાદ્ય પદાર્થોનાં નામ મળે છે, જેવાં કે માંજિષ્ટ, ત્રપુષ્ટ, હિંગ, પસૂત્ર, હિંગુલ્લ, પ્રવાલક, શ્રીખંડ, કસ્તૂરી, તમાલપત્ર, જાફિલ, જાવંત્રી, નાલિકેર, હરડાં, સાકર, ખજૂર, ખારેક વગેરે.
માંગરાળના સોઢળીવાવમાંના વિ. સં. ૧૨૦૨ ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે પાન, કેરી, મડાવા (ફા અથવા લીલું નાળિયેર), પૃગ (સોપારી) વગેરેના ઉલ્લેખા પણ છે.
૯. વહેમ-માન્યતા :
ચૌલુકયકાલના સમાજમાં અનેક પ્રકારનાં વહેમ, અંધશ્રદ્ધા, ભૂતપ્રેતની માન્યતા વગેરે પ્રચલિત હતાં. આને લગતી માહિતી અભિલેખાને આધારે બહુ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, પરંતુ સાહિત્યિક સામગ્રીના આધારે આના વિશે. વિગતે જાણી શકાય છે.