________________
સામાજિક સ્થિતિ
.
૧૫૭૫
રાજસ્થાન) બ્રાહ્મણને ફટ ગણાય છે. વાલમિલ્સ, પુરાણમાં આ બ્રાહ્મણોની વિગતે પ્રાપ્ત થાય છે, એમાં જણાવ્યા મુજબ જાધિરમાં વસતા બ્રાહ્મણે અને વૈ કોઈ કારણોસર સ્થળાંતર કરીને બનાસકાંઠા વિસ્તારમાં આવ્યા. આ બ્રાહ્મણો માંના પાંચસો પાંચ બ્રાહ્મણે દ્વારકા જઈ રહ્યા. તેઓએ ગૂગળને હેમ. કરી રાક્ષસોને નાશ કર્યો તેથી તેઓ ગૂગળી” નામથી વિખ્યાત બન્યા.૩૦
ઉપયુક્ત બ્રાહ્મણોની ચર્ચાના આધારે કેટલીક મહત્ત્વની વિગતો પ્રાપ્ત થાય છે; જેમકે સોલંકીકાલની સ્થાપનાના સાઈઠ વર્ષ પહેલાં ગ્વાલિયરના વલ્લ ભટ્ટસ્વામી મંદિરના વિ. સ. ૯૩૨ (ઈ.સ. ૮૭૫)ના લેખમાં ગુજરાતના આનંદનગરના બ્રાહ્મણો માટે “નાગર” શબ્દ પ્રયોજાયેલ હતું. સોલંકીકાલની સ્થાપનાના ફક્ત સાત વર્ષ પછી “નાગર” શબ્દ પ્રયોગ વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના પરમાર સીયક ૨ જાના લેખમાં થયેલો નજરે પડે છે. આમ ઉત્તર ભારતમાં “નાગર” સંજ્ઞાના પ્રયોગને સૌ પ્રથમ આભિલેખિક પુરાવો પ્રાપ્ત થાય છે.
મોઢ બ્રાહ્મણોને માટે “ઢ” શબ્દ પણ આવી જ રીતે સેલંકીકાલની સ્થાપના પૂર્વે પ્રજાયો હતો, જે અભિલેખે દ્વારા સ્પષ્ટ થાય છે.
સ્થળપ્રદેશ દ્વારા જ્ઞાતિનું સૂચન કરવાની પ્રથા ઘણું કરીને પ્રથમ ગુજરાતની બહાર સંભવતઃ રાજસ્થાનમાં ઉભવી હોય એમ જણાય છે.
ગુજરાતમાં સોલંકીકાલની સ્થાપના થતાં પ્રદેશ દ્વારા જ્ઞાતિને સૂચવવાની પ્રથાનું વલણ વધ્યું. એમ છતાં છેક ઈ. સ.ની ૧૧ મી સદી સુધી ગોત્ર–પ્રવર–વેદ દ્વારા બ્રાહ્મણોની ઓળખ આપવામાં આવતી હતી. (ર) ક્ષત્રિય :
સોલંકીકાળ દરમ્યાન ક્ષત્રિયે પણ અગાઉની જેમ જ સમગ્ર દેશમાં એક વ તરીકે રહ્યા નહોતા.૩૧ એઓ એમના ગોત્રથી નહિ, પણ કુળો પરથી ઓળખાતા હતા; જેમકે વિ. સં. ૧૦૨૮ (ઈ. સ. ૯૭૨)ના લેખમાં બપકને ગુહિલેત ગોત્રને જણાવવામાં આવ્યું છે.૩૨
આ સમય દરમ્યાન પરમાર, ચાહમાન, ચૂડાસમા, વાળા, ઝાલા, જેઠવા, મેર, રાઠોડ, ગોહિલ, આભીર, કાઠી વગેરે ક્ષત્રિય કુલેના ઉલ્લેખ જોવા મળે છે. (૩) વૈશ્ય :
સેલંકીકાલના અભિલેખોમાંથી વણિકોની પ્રાગાર, એસવાલ, શ્રીમાલ, ધરકટ, મોઢ, પલ્લી, હુંબડ વગેરે જ્ઞાતિઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ