________________
ગુજરાતના ચૌલકર્થકાલીન અભિલેખો
એક અધ્યયન
સિદ્ધપુરમાં ગાળેલા. ત્યાં એણે રૂદ્રમહાલય બંધાવ્યું. આ મહાલયની પ્રતિષ્ઠા પ્રસંગે ઉત્તરભારતના અનેક કર્મકાંડી બ્રાહ્મણોને ગુર્જરાતમાં બોલાવીને એમને સિદ્ધપુર, શિહેર, ખંભાત વગેરે ગામે દાનમાં આપી વસાવ્યા હતા એવી અનુશ્રુતિ છે. ૨૫ : ગુજરાતના ઔદીચ્છ, શ્રીગોડ અને કનોજિયા બ્રાહ્મણે ગુજરાતમાં પિતાનું મૂળ મૂલરાજના આ પ્રયત્નને ગણે છે, પરંતુ આભિલેખિક પુરાવાઓ પ્રાપ્ત ન થવાથી આ માન્યતા માની શકાય નહીં. શ્રી દુ. કે. શાસ્ત્રીર૬ તથા ડ. હ. ધી. સાંકળિયા ૨૭ પણ આવી માન્યતા સ્વીકારતા નથી. મૂલરાજના વિ. સં. ૧૮૫૧ (ઈ. સ. ૯૯પ)ના બાલેરાના તામ્રપત્રમાં મૂયરાજે કાન્યકુબ્બથી આવેલા દીધચાયને સત્યપુરમંડલમાં ગામનું દાન કર્યું હતું.
ઔદીશ્વને સ્પષ્ટ ઉલ્લેખ ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૦૮૬ (ઈ.સ. ૧૦૩૦)ના દાનશાસનમાં થયેલું છે. આ લેખમાં જણાવ્યા મુજબ ભીમદેવે ઉદીચ્ય બ્રાહ્મણ બલભદના પુત્ર વાસુદેવને ભૂમિદાન કર્યું હતું. રાયકાળ બ્રાહ્મણે
ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)ના તામ્રપત્રમાં આ બ્રાહ્મણને નિર્દેશ થયેલ છે. આ જ્ઞાતિના બ્રાહ્મણે વિશે નોંધ કરતા ડે. હ. ધી. સાંકળિયા લખે છે કે એમાં મોટા ભાગે દક્ષિણ અને કૃષિ પર નિર્વાહ કરતા હતા. એઓની વસ્તી અમદાવાદની આસપાસ મોટા પ્રમાણમાં અને છેડી વડોદરા જિલ્લામાં મળે છે.૨૮ ભીમદેવના તામ્રપત્રમાં એઓને મહેસાણા જિલ્લાની નજીક ભૂમિદાન કરવામાં આવેલું છે તેથી એમની વસ્તી ત્યારે સારસ્વતમંડલ–હાલના ઉત્તર ગુજરાતમાં હોવાનો સંભવ છે. કજિયા બ્રાહણે
આ બ્રાહ્મણને ગંગા અને જમનાના અંતરાલ પ્રદેશમાંથી બોલાવવામાં આવેલા હતા. મૂલરાજે કાન્યકુબજ બ્રાહ્મણને દાન આપ્યાને ઉલ્લેખ ઉપર આવી ગયો છે. વિ. સ. ૧૦૫૧ (ઈ. સ. ૯૫)ના લેખમાં આ બ્રાહ્મણનો ઉલ્લેખ છે. ગૂગળ બ્રાહ્મણે
વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના આબુના શિલાલેખમાં આ બ્રાહ્મણને ઉલ્લેખ થયેલ છે. આબુ પર તેજપાલે બંધાવેલા નેમિનાથના મંદિરની સંભાળ રાખવાની જવાબદારી જેમને સેંપવામાં આવી હતી તેમની યાદીમાં ગૂગળી બ્રાહ્મણ સમાવેશ કરવામાં આવ્યા છે. આ બ્રાહ્મણે મૂળે ઝાળા (જાલેર