________________
સામાજિક સ્થિતિ
૧૫૩
ઔદીચ્ય, મોઢ, શ્રીમાલી, નાગર, રાયકવાલ વગેરે જ્ઞાતિભેદોના ઉલ્લેખે મળવા લાગે છે.
સ્થળપ્રદેશની સાથે સાથે ગોત્ર, પ્રવર વગેરે દ્વારા બ્રાહ્મણોની ઓળખ આપવાની પરંપરાગત પ્રથા પણ ચાલુ હતી; જેમકે બાષ્પલદેવના ધૂમલીના વિ. સં. ૧૦૪૫ (ઈ. સ. ૯૮૯)ના લેખમાં દાન લેનાર પ્રતિગ્રહીતાની ઓળખ ભારદ્વાજ ગોત્રના અન્વયે બ્રાહ્મણ તરીકે કરેલ છે. દુર્લભરાજના વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)ના લેખમાં ભિન્નમાલનિવાસી વાજિમાવ્યંતિ શાખના લાસ્યાયન ગોત્રના બ્રાહ્મણ નમ્નકને દાન આપવામાં આવેલ છે. વિ. સં. ૧૦૬૯ (ઈ. સ. ૧૦૧૩)ના લેખમાં નાગકકમંડલમાં આવેલ કાલિવલ્લી ગામના વતની
ભારદ્વાજ ગોત્રના પંડિત ગોવિંદને દાન અપાયાનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૧૦૬–૭ (ઈ.સ. ૧૯૫૦–૧)ના દાનપત્રમાં કુશિક ગેત્રમાં ભાર્ગવ માધવને અપાયા નિર્દેશ છે. વિ. સં. ૧૧૧૭ (ઈ. સ. ૧૦૬૧)ના લેખમાં પ્રસન્નપુરના વાસ્તવ્ય વચ્છસ ગોત્રના વાજસનેયી શાખાના યજદી બ્રાહ્મણ ગોવિંદને દાન અપાયા ઉલ્લેખ છે. 'વિ. સં. ૧૧૩૪ (ઈ. સ. ૧૭૭)ના લેખમાં કપિલ્યનગરવાસ્તવ્ય ગૌતમ ગોત્રના પંચપ્રવર કાપ્ય શાખાના અધ્વર્યું બ્રહ્મદેવ શર્માને દાન આપ્યાને ઉલ્લેખ છે.
- આમ આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રદેશ કે સ્થળ દ્વારા બ્રાહ્મણની ઓળખના પ્રયને વધતા જતા જણાય છે. આ ઉપરાંત ૧૧ મી સદી પછી વેદ, પ્રવર અને ગાત્રને નિર્દેશ થયેલ હોય તેવાં દાનશાસન વિરલ બનતાં જણાય છે.
નાગર બ્રાહ્મણે ?
નાગર બ્રાહ્મણોને સૌ-પ્રથમ નિર્દે ગુજરાત બહાર ગ્વાલિયર(પાદ્રિ)માંથી પ્રાપ્ત થયેલા લેખમાં મળે છે.
વિ. સં. ૯૭૨ (ઈ. સ. ૮૭૫–૭૬)ના આ લેખમાં વજ્જાર કુલમાં, લાટપ્રદેશમાં આનંદપુરનિવાસી નાગર ભટકુમારનો નિર્દેશ થયો છે. ૧૮ આ પછી નાગર બ્રાહ્મણને ચૌલુક્યકાળ દરમ્યાન પરમાર સીયક ૨ જાના વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના તામ્રપત્રમાં થયું છે. લેખમાં જણાવ્યા પ્રમાણે આનંદપુરના નાગર બ્રાહ્મણ લલ્લને કુંભારોટક ગ્રામ તથા એના પુત્ર નીના દીક્ષિતને સહકા નામનું ગામ દાનમાં અપાયેલ છે. આ લેખ દ્વારા કેટલીક અગત્યની માહિતી પ્રાપ્ત થાય છે. (૧) ચૌલુક્યકાલીન ગુજરાતમાંથી મળતા નાગવિશેના અભિલેખિક ઉલ્લેખોમાં આ