________________
૧૫૨
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન
જ્ઞાતિઓ પેટાજ્ઞાતિઓ-રૂપે બંધાવા લાગી હતી. આ અર્થમાં હિંદુસમાજનું બંધારણુ વધુ સંકુલ અને જટિલ થયું હતું. ૨. વિવિધ જ્ઞાતિઓ
ચૌલુક્યકાલીન અભિલેને આધારે સમાજમાં એ સમય દરમ્યાન પ્રવર્તતી વિવિધ જ્ઞાતિઓને ખ્યાલ આવે છે. આ જ્ઞાતિઓમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વેશ્ય છે. બ્રાહ્મણોમાં પણ વિવિધ પેટાજ્ઞાતિઓ જણાય છે, જેવી કે નાગર બ્રાહ્મણ, મઢ બ્રાહ્મણે, શ્રીમાળી બ્રાહ્મણે, ઓદીચ્ય બ્રાહ્મણ, રાયકવાલ બ્રાહ્મણ કનોજિયા બ્રાહ્મણ°, વાયડ બ્રાહ્મણે, શ્રીગેડ બ્રાહ્મણે, ગૂગળી બ્રાહ્મણે અને ઉદુમ્બર બ્રાહ્મણે વગેરે.
ક્ષત્રિયેની જ્ઞાતિઓમાં રજપૂત, સંધિ, ચૂડાસમા, વાળા, ઝાલા, લાઠી વગેરે, જ્યારે વિયેની વિવિધ જ્ઞાતિઓમાં માહેશ્વરી વણિકે, મોઢ, ઓસવાલ, પિરવાડ, વાયડા, હુંબડ, ખડાયતા, ધરકટ, પલ્લી વણિક વગેરે જાણવા મળે છે.
કાયસ્થાની અલગ જ્ઞાતિને નિર્દેશ આ સમયના અભિલેખ દ્વારા જાણવા મળે છે. ઉપર્યુક્ત દર્શાવેલ જ્ઞાતિઓનું વિવરણું નીચે પ્રમાણે રજૂ કરી શકાય.
(૧) બ્રાહ્મણે
ચૌલુક્યકાલ પહેલાં બ્રાહ્મણની ઓળખાણ ગેત્ર, પ્રવર અને વેદની શાખાઓ દ્વારા થતી હતી, પરંતુ ચૌલુક્યકાલથી એમની ઓળખ ઘણું કરીને સ્થળ કે પ્રદેશવાર થવા લાગી. આ વંશના સ્થાપક મૂલરાજ ૧ લાએ ઉત્તરના જુદા જુદા પ્રદેશે, જેવા કે કાશી, પ્રયાગ, કુરુક્ષેત્ર, નૈમિષારણ્ય, કનોજ, ગડ વગેરેમાંથી કર્મકાંડી બ્રાહ્મણને ગુજરાતમાં તેડાવ્યા અને એમને સિદ્ધપુર, શિહેર. ખંભાત વગેરે સ્થળોએ વસાવ્યા હતા. આ પ્રકારની વિગતે તે તે સ્થળના માહાભ્યમાંથી પ્રાપ્ત થાય છે૧૮. અભિલેખેને આધારે આ હકીકતને સમર્થન પણ પ્રાપ્ત થાય છે. જેમકે વિ. સં. ૧૦૫૧ (ઈ. સ. ૯૯૫)ના બોલેરાના લેખમાં જણાવ્યા પ્રમાણે કાન્યકુબજથી દુર્લભાચાર્યને પુત્ર દીર્ધાચાર્યને સત્યપુર(સાર) મંડલમાં વરણક ગામ દાનમાં આપ્યું હતું. અભ્યાસની દૃષ્ટિએ આ લેખ મહત્ત્વને કહી શકાય. કેમકે એમાં કાન્યકુબજાવિનિર્ગત, અશેષવિદ્યાપારગ તપોનિધિ” આ પ્રમાણે બ્રાહ્મણની ઓળખ છે. આ લેખમાં દાન લેનાર પ્રતિગ્રહીતાની કઈ પેટાજ્ઞાતિને નિર્દેશ નથી એ નૈધવા લાયક છે. આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે ગોત્ર, પ્રવર તથા વેદશાખાનું સ્થાન હવે પ્રદેશોએ લીધું હતું. આ પછી દાનશાસનમાં