________________
૧૪૨
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે : એક અધ્યયન
કેટલાક ચાંદીના સિક્કા મહેસાણા પાસેના પિલવાઈમાંથી પ્રાપ્ત થયા છે. -આ સિક્કા ઉપર “શ્રીમસિંહ” એવા આહાર વિચાય છે, તેથી આ સિક્કાઓ સિદ્ધરાજ સિંહના હોવાનું મનાય છે. ૩૫
૬ થી ૭ ગ્રેઈનના ચાંદીના નાના સિકકા ૮ મી સદીના અંતભાગમાં મધ્ય ભારત તથા ગુજરાતમાં પણ પ્રચલિત હતા. આ પ્રકારના સિક્કા ગુજરાતના ચૌલુક્ય રાજવી સિદ્ધરાજ સિંહના સમયમાં પ્રલિત થયા હતા. એના અગ્ર ભાગ પર હાથીની આકૃતિ અને પૃષ્ઠભાગ પર ત્રણ પત્રિકાઓમાં ગ્રામમિત્ર લખેલું છે. ભેપદ્ધતિ વગેરે ગ્રંથે પરથી જાણવા મળે છે કેચ્ચૌલુક્યકાલમાં તે તે રાજાના ચ્છિાઓ માટે તે તે રાજાના નામપછી “પ્રિય’ શબ્દ પ્રયોજાતે; જેમકે “ભીમપ્રિય', * “ વિલંપ્રિય” વગેરે.૩૬
ઠક્કર ફેરા ઉપર્યુક્ત કોષ્ઠકને ઉપલબ્ધ “યસિંહપ્રિય” લખેલા સિક્કાના સંદર્ભમાં અભ્યાસ કરે જરૂરી છે.
આ છેઠકમાં કુમરપુરીથી માંડીને લવણપુરી અર્થાત કુમારપાલ, અજ્યપાલ, "ભીમદેવ અને લવણપ્રસાદના “પુરી” અતવાળા ૧૦૦ સિકકાઓનું વજન ૧૮ તલા અને ૪ માસા આપેલું છે, આથી પ્રત્યેક રાજાના ૧૦૦ સિકકાનું વજન ૧૮૪૧=૨૧૬ +૪ = ૨૨ માસથાય, આથી પ્રત્યેક સિક્કો ૨.૨ માસા વજનને થાય. એ જમાનામાં ચાંદીનું ૧ માપ =૨ રતી વજન ગણતું,૩૭ આથી પ્રત્યેક સિકકો ૨.૨ ૪૨ = ૪.૪ રતીને થાય, રતીને સરેરાશ તલ ૧.૮૩ ગ્રેઈન કે .૧૧૯ ગ્રામ હોઈ એ પ્રમાણે પ્રત્યેક સિક્કો ૪.૪૪ ૧.૮૩ = ૮.૦૫ર ગ્રેઇન અથવા ૪.૪૪ .૧૧૯ =.૫૨૩૬ ગ્રામ વજનને થાય. “જયસિંહપ્રિય”ના ઉપલબ્ધ થયેલ સિક્કાનું વજન પણ ૫ ગ્રામ જેટલું છે.૧૮ (અર્થાત ૫૦૦ મિલીગ્રામ). એ પરથી ઠક્કર કરએ આપેલ કેષ્ઠક સાથે આ સિકકો બંધબેસતે આવે છે, જે કે ફેરએ જયસિંહપુરી’ કે ‘સિદ્ધરાજપ્રિય’ના નામને ઉલ્લેખ કર્યો નથી.
ગુજરાત બહારથી પણ કુમારપાલનું નામ અંક્તિ હોય તેવા સિક્કાઓ પ્રાપ્ત થાય છે. આ સિક્કાઓ ચૌલુક્ય રાજા કુમારપાલના હેવાનું શક્ય છે; એ પ્રવાસી કે વેપારીઓ મારફતે બહાર ગયા હોય.૩૯
હરિભદ્રસૂરિકૃતિ પ્રાપ્ત “ચંદ્રપ્રભચરિત” (સં. ૧૨૩૩= ઈ. સ. ૧૧૭૭) તથા અપભ્રંશ “નેમિનાથ ચરિત”ના આધારે ડે. ઉમાકાંત શાહે સાબિત કર્યું છે કે ચૌલુક્યોના બધા જ સિકકાઓ અને રાજકીય મુદ્દાઓ પર લક્ષ્મીની