________________
૧૪૦
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ,
પ્રતિવર્ષ દરેક દુકાન માટે એક રૂપક આપવાનું કર્યું હતું. આ ઉપરાંત રિમાણમાં દરેક વેપારીએ દેને પ્રતિ વર્ષ ૧ કન્મ આપવાને હતે. વળી તળાજા અને બીજા સ્થાનમાં દરેક દુકાને પ્રતિ વર્ષ ૧ કમ્મ આપવાને હતે.
ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૧૨૩) ના કડીના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે સેલંકી રાણું લૂણપસાકે જણાવ્યા પ્રમાણે સલખણુપુરમાં બાંધેલા આનલેશ્વર અને સલખણેશ્વર મંદિરના પૂજા–ખર્ચ અને બ્રહ્મભજનના અથે વિવિધ લાગા બાંધી આપ્યા હતા. આ લેખ થોડે તૂટક હોવાથી લાગા વિશેની સ્પષ્ટ માહિતી જાણવા મળતી નથી, પણ કેટલીક માહિતી આ પ્રમાણે મળે છે :
ધૂપતેલ માટે ૨ ક્રમે ભૂતપ પર ૧ કમ્મ માંજિષ્ઠ, ત્રિપુષ એક ધાતુ), હિંગુ પર ૧ દ્રશ્ન પટ્ટસૂત્ર, હિંગુલ, શ્રીખંડ, કપૂર, કસ્તૂરી, કંકુ, અગરુ પર પણ લાગા હતા. તમાલપત્ર, જાફળ, જાવંત્રી, લમસી (જટામાસી જેવું સુગંધી દ્રવ્ય),૨૬ કાપડ, નારિયેળ, હરડાં, બહેડાં, ખાંડ, ગોળ, સાકર, મરી, હાથીદાંત, મસમાંસી (એક સુગંધી દ્રવ્ય), મહુવસર (સંભવતઃ સૂઠ), કાશ્યાલેહ (અગરુ), વથલેહ, ખજૂર, ખારેક પ્રત્યેકમાં ૧ કમ્મ.
આમ ઉપયુક્ત નિર્દેશ પ્રમાણે ચૌલુક્યકાળ દરમ્યાન વિવિધ કરી લેવામાં આવતા હતા. આ વેરાઓ અને લાગાઓને અભ્યાસ કરતાં જણાય છે કે એ કવચિત મૂળ વસ્તુરૂપે લેવાતા હતા. જ્યારે એ પદાર્થ ઉપયોગી હોય ત્યારે એ વસ્તુરૂપે લેવાય એ સ્વાભાવિક છે. દા. ત. નાગરવેલનાં પાન, પરંતુ એ સિવાય મોટા ભાગના પદાર્થો પર રોકડમાં વેરા લેવામાં આવતા અને એ તત્કાલીન પ્રચલિત સિક્કામાં લેવાતા; જેમકે હિંગુ આદિ પદાર્થો પર એક કલ્મ, જે સંભવતઃ દરેક વેપારી હસ્તાંતરણ (જથ્થાબંધ વેપારી નાના વેપારીને આપે ત્યારે અથવા ખેડૂત વેપારીને આપે ત્યારે) ચૂકવવાને થતું. દેવાલયના નિભાવ અથે કે બ્રાહ્મણને અપાયેલ લાગા માટે સાધારણ રીતે વાર્ષિક ચુકવણી થતી હોવાનું જણાય છે. (૪) વાહનવ્યવહાર :
આ સમયના લેખે પરથી જણાય છે કે માલ ગધેડાં, બળદની પિઠ અને ગાડાંઓ મારફતે લઈ જવા.૨૮ માલની હેરફેર વખતે પ્રત્યેક વાહન દીઠ વેરા