________________
૧૦૬
ગુજરાતના ચીલંક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
(૧) શાકભરીની શાખા :
આ શાખાના ઉલ્લેખ કુમારપાલના લેખમાં આવે છે. કુમારપાલના લેખમાં તેમજ એ પછીના અનુકાલીન લેખોમાં કુમારપાલના નામની આગળ “શાકંભરી. ભૂપાલ” બિરુદ પ્રયોજાયેલું નજરે પડે છે.૭૬
આ પહેલાં આ વંશમાં થયેલ વિગ્રહરાજ ૨ જાએ મૂળરાજ ૧ લાને યુદ્ધમાં હરાવ્યું હતું. એ પછી આ શાખામાં દુર્લભરાજ ૨ જે, ગોવિંદરાજ ૨ જે, વાપતિરાજ ૨ જે, વીર્યરાજ, ચામુંડરાજ, સિંઘટ, દુર્લભરાજ ૩ જે, વીરસિંહ અને વિગ્રહરાજ ૩ જો ગાદીએ આવ્યા હતા.૭૭ એ પછી પૃથ્વીરાજ, અજ્યરાજ અને તેને પુત્ર અર્ણોરાજ સત્તા પર આવ્યા હતા.
સિદ્ધરાજે અર્ણોરાજ વેરે પિતાની પુત્રી પરણાવી હતી અને અર્ણોરાજે માળવાના નરવર્મા સાથેના યુદ્ધમાં સિદ્ધરાજને મદદ કરી હતી.૭૮ આ પછી કુમારપાલે અર્ણોરાજને યુદ્ધમાં હરાવ્યો હતો. આથી અર્ણોરાજે તેની પુત્રી કુમારપાલ વેરે પરણાવી મૈત્રી સંબંધ બાંધ્યા હતા.૭૯
અર્ણોરાજ પછી વિગ્રહરાજ ૪, પૃથ્વીટ, સોમેશ્વર, પૃથ્વીરાજ ૭ જે વગેરે સત્તા પર આવ્યા હતા.
(૨) નડુલની શાખા :
ચૌહાણવંશની આ શાખાનો મૂળ પુરુષ લક્ષ્મણ હતું. આ લક્ષ્મણ શાકંભરીના વાપતિરાજને પુત્ર હતા. તેણે શાકંભરીથી આવી નડુલને કિલ્લે બંધાવ્યું અને નડુલને રાજધાની બનાવી હતી. લક્ષ્મણ પછી તેને પુત્ર શોભિત સત્તા પર આવ્યું હતું. એ પછી તેનો પુત્ર બલિરાજ આવ્યું. બલિરાજ પછી તેના કાકા વિગ્રહપાલને પુત્ર મહેન્દ્ર સત્તા પર આવ્યો હતે. ચૌલુક્ય રાજવી દુર્લભરાજે મહેન્દ્રને રંજાડ્યો હતો, ત્યારે રાષ્ટ્રકૂટ ધવલે મહેન્દ્રનું રક્ષણ કર્યું હતું. આ મહેન્દ્ર પિતાની બે પુત્રીઓનાં લગ્ન દુર્લભરાજ અને તેના નાના ભાઈ નાગરાજ સાથે કર્યા હતાં.૮૦
મહેન્દ્ર પછી તેને પુત્ર અશ્વપાલ એ પછી તેને પુત્ર અહિલ સત્તા પર આવ્યા. ભીમદેવ ૧ લે જ્યારે નફુલ પર ચડી આવ્યા હતા ત્યારે અહિલે તેને પાછા કાઢો હતે.૮૧ અહિલ પછી તેને કાકે અણહિલ સત્તા પર આવ્યો હતો. એ પછી તેને પુત્ર બાલાપ્રસાદ આવ્યું હતું. આ બાલાપ્રસાદે ભિન્નમાલના કૃષ્ણરાજને ભીમદેવ ૧ લા પાસેથી છોડાવ્યું હતું.