________________
૧૦૪
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
તેના પછી તેને પુત્ર ધરણીવરાહ ગાદીએ આવ્યા હતા. ૬૪ આ ઘરણર્વરાહ પર મૂળરાજ ૧ લાએ આક્રમણ કર્યું અને તેને પિતાને સામંત બનાવ્યા.૬૫
ધણીવરાહ પછી તેને પુત્ર મહીપાલ કે ઘુવભટ્ટ અને એ પછી તેને પુત્ર ધંધુક સત્તા પર આવ્યું હતું. ભીમદેવ ૧લાના રાજ્યકાળ દરમ્યાન ધંધુકને ભીમદેવ વચ્ચે ઘર્ષણ થયું એમાં ભીમદેવે આબુ જીતી લઈ ત્યાં પોતાના દડનાયક તરીકે મંત્રી વિમલની નિમણૂક કરી. વિમલે નાસીપાસ થઈ માલવાના પરમાર ભેજને શરણે ગયેલા રાજા ધંધુકને બેલાવી તેને સમજાવ્યો અને ફરીથી સામંતપદે સ્થાપી ચંદ્રાવતીની ગાદી પર બેસાડ્યો. ૬૬ વિ. સં. ૧૮૮૮ (ઈ.સ. ૧૯૩૧) માં વિમલે આબુ પર્વત પર આદિનાથનું ભવ્ય મંદિર કરાવ્યું છે જે વિમલવસહ તરીકે ઓળખાય છે.
ધંધુક પછી તેને મેંટો પુત્ર પૂર્ણપાલ ગાદીએ આવ્યું. આ રાજવીના ત્રણ શિલાલેખો પ્રાપ્ત થયા છે. તેમાં બે લેખ વિ. સં. ૧૦૯૯ (ઈ. સ. ૧૦૪૩)ના અને એક લેખ વિ. સં. ૧૧૦૨ (ઈ. સ. ૧૩૪૫) ને છે. તેના વિ. સં. ૧૦૯૯ ના વસંતગઢના લેખમાં ઉત્પલરાજથી પૂર્ણપલની વંશાવળી આપેલી છે. પૂર્ણપાલે ભીમદેવ ૧લાની ધૂંસરી ફગાવી દેવા પ્રયત્ન કર્યો હતે, પરંતુ ભીમદેવે તેને વશ કર્યા હતા. આ પછી આ વશમાં યોગરાજ, રામદેવ, કાકણદેવ અને વિક્રમસિંહ થયા હતા. કુમારપાલના રાજ્યકાલ દરમ્યાન વિક્રમસિંહ કુમારપાલની સામે થયે હતું ત્યારે કુમારપાલે તેને હરાવી કેદ કર્યો હતો અને તેની જગ્યાએ રામદેવના પુત્ર યશોધવલની નિમણૂક કરી હતી. ૬૮ આ યશધવલના સમયના બે લેખ મળ્યા છે. આ લેખ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૫) અને વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૦) ના છે. યશધવલે કુમારપાલ અને માળવાના રાજા બલ્લાલ સાથેના યુદ્ધમાં બલ્લાલને મારી નાખ્યું હતું. યશોધવલના બે પુત્રે ધારાવ અને પ્રહૂલાદન હતા.૬૯
યશધવલ પછી કુમારપાલના સામંત તરીકે ધારાવર્ષ આવ્યો. ધારાવર્ષે મલ્લિકાર્જુન સાથેના યુદ્ધમાં કુમારપાલને સાથ આપે હતે. ઈ. સ. ૧૧૯૭માં કુબુદ્દીન ઐબકે ગુજરાત પર ચડાઈ કરી. આબુની તળેટીમાં યુદ્ધ થયું ત્યારે ચૌલુક્યોના સેનાપતિ તરીકે ધારાવષે નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
ધારાવર્ષ પછી તેને ભાઈ પ્રહલાદની ગાદી પર આવ્યો હતો. આ પ્રહલાદને ચૌલુક્ય રાજવી અજયપાલની રક્ષા માટે મેવાડના ગુહિલ રાજા સામંતસિંહને