________________
૧૦૦
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન આ વંશમાં વિજયસિંહ પછી, ધવલદેવ થયે. વિ. સં. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૯)ના લેખ પરથી જણાય છે કે વિજયસિંહને અનુગામી ધવલદેવ એ પછી એને પુત્ર મહાસામંત વાસંતદેવ, રામદેવ અને રામદેવને ભત્રીજે વીરસિંહદેવ અનુક્રમે સત્તા પર આવ્યા છે. વીરસિંહના પિતાનું નામ લક્ષ્મણદેવ હતું.. રામદેવે વાસંતપુર નામનું નગર વસાવ્યું હતું જે વ્યારા પાસેનું “બિસનપુર” છે. વીરસિંહદેવે પાટણનું આધિપત્ય ત્યજી દઈ વાસંતપુરમાં પિતાની રાજધાની સ્થાપી અને વિ. સં. ૧૨૩૫ (ઈ.સ. ૧૧૭૯)માં વાસંતપુરના પાંચ બ્રાહ્મણને પૂર્ણા નદી પરનું એક ગામ દાનમાં આપ્યું હતું.૪૨
વીરસિંહ પછી સત્તા પર તેને પુત્ર કર્ણદેવ આવ્યો. આ કર્ણદેવે વિ. સં. ૧૨૭૭ (ઈ. સ. ૧૨૨૦)માં વૈહારિકા વિષય (વ્યારા તાલુકો)માં આવેલું કપૂર. (કાપૂર, તા. વ્યારા, જિ. સુરત)ના ૧૧ બ્રાહ્મણોને દાન આપ્યુ હતુ.૪૩
કર્ણદેવ પછી આ વંશમાં સિદ્ધેશ્વર વિશાલ, ધવલ, વાસુદેવ અને ભીમ. સત્તા પર આવ્યા હતા. ૯. ભરૂચને ચાહમાન વંશ ?
ઉત્તર લાટમાં ભરૂચ વિસ્તાર પર આધિપત્ય સ્થાપવા માળવાના પરમારે અને લાટના ચાલુક્યો પ્રયત્ન કરતા હતા એ વખતે ભીમદેવ ૨ જાના સમય દરમ્યાન ભરૂચમાં ચાહમાન વંશના સિંહની સત્તા પ્રવર્તતી હતી. તેને પસ્માર સાથે મૈત્રી સંબંધો હતા પણ દેવગિરિના યાદવોના વારંવારનાં આક્રમણોથી તેણે પરમારોને બદલે અણહિલપુરના ચૌલુક્યો તરફ પિતાનું મુખ ફેરવ્યું. તેણે સંભવત: ભીમદેવ ૨.જાનું સામંતપદ સ્વીકાર્યું હશે.૪૪
છેડા સમય બાદ સિંહના ભાઈ સિંધુરાજના પુત્ર સંગ્રામસિંહ ઉર્ફે શંખની લાટ પર સત્તા સ્થપાઈ. યાદવરાજા સિંઘણે પ્રથમવાર આ વિસ્તાર પર આક્રમણ કર્યું ત્યારે શંખે તેને પાછા હઠવા ફરજ પાડી. પરંતુ આ ઘટના દરમ્યાન ધોળકાના રાષ્ટ્ર વિરધવલે શંખના તાબાનું ખંભાત લઈ લીધું. સિંઘણે જ્યારે બીજીવાર લાટ પર આક્રમણ કર્યું ત્યારે તેણે સિંહને હરાવ્યા. એ વખતે સિંધણના આ વિજ્યથી પ્રભાવિત થયેલા ધોળકાના રાણાએ તેની સાથે સંધિ કરી લીધી. સિઘણની વિજયકૂચ ઉત્તર મારવાડ તરફ આગળ વધી. દરમ્યાનમાં સિંધણની ગેરહાજરીને લાભ લઈ શંખે ખંભાત પર આક્રમણ કર્યું પણ ત્યાં તેને મંત્રી વસ્તુપાલે ભારે શિકસ્ત આપી તેને ભરૂચ ભગાડી મૂક્યો. આથી ગુસ્સે ભરાઈ.