________________
રાજકીય સ્થિતિ : સમકાલીન રાજા
પરથી એમ જણાય છે કે ત્રિવિક્રમપાલના કાકા સેનાપતિ જગતપાલે વિશ્વામિત્રીને કાંઠે કર્ણદેવની સેનાને હરાવી, આથી ત્રિવિકમપાલે કાકાના પુત્ર પદ્મપાલને ૫૦૦ ગામો ધરાવતે અષ્ટગ્રામ વિષય ભેટ આપે હતે. આ લેખના આધારે જણાય છે કે ત્રિવિક્રમપાલે શુકલતીર્થની પાઠશાળાને નાંદિપુર વિષયમાંનું એક ગામ પણ દાન કર્યું હતું.
ત્રિવિક્રમપાલ પછી આ વંશના ઇતિહાસ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. ઉપલબ્ધ લેખેને આધારે આ વંશની વંશાવળી આ પ્રમાણે તારવી શકાય?
બાર ૫
,
ગેમ્મિરાજ.
કતિરાજ
વત્સરાજ
ત્રિલેચનપાલ
ત્રિવિક્રમપાલ ૮. દક્ષિણને ચાલુક્ય વંશ:
એમ જણાય છે કે ત્રિવિક્રપાલ પાસેથી લાટ રાજ્યના દક્ષિણ ભાગ 1 ચાલુક્ય સમ્રાટ વિક્રમાદિત્ય ૬ કાના નાનાભાઈ જયસિંહ ૩ જાએ પડાવી લીધો હતો. આ જ્યસિંહ ૩ જાએ વિક્રમાદિત્ય ૬ ઠ્ઠા સામે બંડ કરેલું પણ તે હારી જતાં દક્ષિણ લાટ તરફ નાસી છૂટ્યો અને એ વિસ્તારમાં તે સ્થાયી થયો હોવાનું જણાય છે. દક્ષિણ લાટના સોનગઢ અને વ્યારા તાલુકાઓ તેમજ ડાંગના કેટલાક પ્રદેશમાં ?' તેના પુત્ર વિજયસિંહ નાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું અને મંગલપુરીને રાજધાની. બનાવી.૩૮ આ મંગલપુરી તે વ્યારા તાલુકાનું મંગળીઆ ગામ હોવાનું ઓળખાવાયું છે. વિ. સં. ૧૧૪૯ (ઈ. સ. ૧૦૯૩)ને લેખ પરથી જણાય છે કે૩૯ વિજયસિંહે વનવાસીથી આવેલા એક બ્રાહ્મણને વિજયપુર–મંડલમાં એક ગામ દાનમાં આપ્યું હતું. એણે સંભવતઃ પિતાના નામ પરથી વિજયપુર નામે નગર વસાવ્યું અને ત્યાં પોતાની રાજધાની પણ ખસેડી હતી. જોકે આ વિજયપુરને સ્થળ–નિર્ણય હજુ થયે નથી.