________________
૨૫૮
આનંદ પ્રવચન દર્શન મિત્રોને મિત્ર ગણ્યા, શત્રુને શત્રુ સમજ્યા નહિ. શત્રુને મિત્રની કેટિમાં (પંક્તિમાં) બેસાડ્યા (ગણ્યા) માટે ધર્મને અર્થ તથા પરમાર્થ ગણવા છતાંયે સમ્યક્ત્વ છેટું (ટૂર) છે. તેણે સન નિગ્રંથ પ્રવચન સિવાય દુનિયાના પદાર્થ માત્ર અનર્થરૂપ છેઃ નિરર્થક છે એટલું જ માત્ર નહિ પણ અનર્થકર છે, અનર્થ રૂપ છે, આ ત્રીજું પગથિયું ! આ સ્થિતિ સંપ્રાપ્ત થાય ત્યારે પહેલે ભાવ આવ્યો. “ભાવ ! ભાવ!” એમ બધા પિકારીએ છીએ પણ ભાવનું સ્વરૂપ સમજવું જોઈ... જે હદયના ઉમળકાને ભાવ કહો તે કયો મનુષ્ય ધર્મભાવ વગરને ફરે છે? જેઓ પોતાની જિંદગીને ભોગ આપે છે તે હૃદયના ઉમળકા વગર નથી આપતા, પણ અહીં તમારે ક ભાવ લે છે?
પહેલાં હેયને હેય તરીકે નિશ્ચિત કરે, ઉપાદેયને ઉપાદેય તરીકે નિશ્ચિત કરોઃ હેય ઉપાદેયને નિશ્ચય કરે તેમાં જે ભાવ થાય તે પહેલે ભાવ : આ થયા છતાં પણ દરિદ્રીને મને રથ શા કામના ? નારકીઓમાં ઘણાયે એ રીતે બળી રહ્યા છે. નારકી માં સમકિતી છે આથી જ વધારે દુખી છે, કારણ કે એને હૃદયની બળતરા છે. અણસમજુને લકે વચ્ચે ના કરે તેમાં તેને દુઃખ થતું નથી પણ સમજુને ઉપયોગની લગીર શૂન્યતા થાય તે પ્રમાણે જવા જેવું થાય છે. નર્કગતિમાં મિથ્યાવને કાંઈ થતું નથી. સમકિતીને તે કાયમ એ બળતરા થાય છે કે અમૃતને આસ્વાદ સ્વાધીન છતાં મૂત્રના કુંડામાં મેં મેં ઘાલ્યું. ધર્મ એ અમૃત છે, જ્યારે પાપ એ મૂત્ર છે. આબરૂની જરા ઉણપ થવાના પ્રસંગે આબરૂદારની છાતીનાં પાટિયાં ભીંસાઈ જાય છે, પણ આબરૂ વગરનાને કશું થતું નથી. નરકમાં સમકિતીને પૂર્વભવે મેક્ષના સાધનરૂપ મનુષ્યભવથી મેક્ષ અગર દેવલેક મેળવવાને બદલે હું નરકમાં આવ્યું એ માટે પારાવાર પશ્ચાત્તાપ થાય છે. સમકિતી અને મિથ્યાત્વી બનેને નરક એક જ છતાં સમકિતી ભયંકર ભૂલને પશ્ચાત્તાપ ચાલુ હોય છે. માટે નારકી જવામાં સમકિતીને વધારે દુ:ખી કહ્યા છે.