________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
- ૧૦૩ પણ તેને એ ગુણોની તેને પ્રાપ્તિ કરાવી આપવાને આપણે પ્રયત્ન ન હોય તે આપણું પ્રયત્નમાં જેટલી ન્યૂનતા હોય, તેટલી જ આપણું મહાભયંકર ખામી જ છે.
“કર્યો એટલે ધર્મ એ સિદ્ધાંત તે દેખીતે અને હડહડતે જ જા ડ્રો છે. ધારો કે તમેએ કેઈને રૂપીઆ પચાસ હજાર ધીર્યા છે. આ પચાસ હજારમાંથી તમને ફક્ત ૧૦ હજાર પાછા મળ્યા અને તે ધણીએ દેવાળું કાઢયું તે શું આ સંગમાં તમે આ દશ હજારને “દશ હજાર કમાયા” એમ ગણે છે? તમે એ રૂપિયા જમા કરીને બાકીના રૂપિયાની બાકી કાઢે છે કે આ દશ હજાર મળ્યા, તે વટાવ મ ગણી વટાવ ખાતે જમા કરે છે? જે માણસને નામે તમે આખી રકમ ઉધારી હેય તે જ માણસને નામે તમે પૈસા જમા કરો છો અને પછી તેને નામે બાકીના પૈસાની બાકી કાઢે છે અને એ બાકી કાઢીને એનું ખાતું આગળ ખેંચે છે, અને ૪૦ હજાર બાકી રહ્યા એમ હંમેશાં યાદ રાખે છે.
અહીં પણ બાકી ખેંચએ જ પ્રમાણે આપણે અહીં પણ વર્તવાનું છે. જેઓ આત્માને જડ, જ્ઞાનહીન અને દ્રવ્યજ્ઞાનરૂપ માનતા હોય, તેમને માટે એ હિસાબ ચાલી શકે છે કે જેટલું મળ્યું તેટલો લાભ. જેણે કાંઈ રકમ ધીરી જ નથી, તેને દશ હજાર મળી આવે તે એ એને ન ગણાય; પરંતુ જેણે લાખો ધીય હોય અને દશ હજાર જ તે પાછા મેળવે, તેણે તે દશ હજાર રૂપિયા નફો મેળવ્યું છે એવું ગણી શકાતું નથી. તે જ પ્રમાણે જેણે આત્માને સર્વજ્ઞ નથી મા, તેઓ “જેટલું જ્ઞાન થાય એટલે લાભ' એવું ગણીને, તે પ્રમાણે સંતોષ માની શકે છે. પરંતુ જેમણે આત્માને સર્વજ્ઞ માન્ય છે, તેમણે તો સર્વજ્ઞપણું મેળવવામાં એક રતિમાત્ર બાકી રહી હોય, ત્યાં સુધી પણ અસંતોષ જ માનવાને છે અને બાકી જ ખેંચવાની છે.
જેમ વ્યવહારમાં આવેલી રકમ જમા કરીને બાકીનાની બાકી