________________
૧૦૨
- આનંદ પ્રવચન દર્શન જગતમાં, જેમ સેનાની ખાણમાં સેનું તૈયાર છે, પરંતુ તેને બહાર કાઢીને શોધવાની જ વાર છે, તે જ પ્રમાણે આપણે ત્યાં પણ સેનું તૈયાર જ છે. માત્ર તેને ખાણમાંથી કાઢયા પછી શુદ્ધ કરવાની જ જરૂર છે. એ શુદ્ધ કરવાની રીતને વિચાર કરે. ભગવાન તીર્થંકર દેવોએ સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર મેળવ્યાં હતાં અને તેઓ વીતરાગ બન્યા હતા એમ આપણે વારંવાર કહીએ છીએ પરંતુ તેઓ કેવી રીતે સંપૂણ જ્ઞાન મેળવી શક્યા ? અને કેવી રીતે વીતરાગપણું મેળવી લીધું ? તેને વિચાર કરો. આપણે સામાયિક કરવાની, પૂજા-પૌષધ કરવાની, પ્રભાવના કરવાની ટેક લઈએ છીએ, પરંતુ જરા સરખી પણ અડચણ આવે છે એટલે આપણે એ પ્રતિજ્ઞામાંથી ચલિત બની જઈએ છીએ.
નાહ્યા તેટલું પુણ્ય ન માનતાબીજા દર્શને માં અને આપણા દેશમાં એક મહત્ત્વને તફાવત છે. આ તફાવત શું છે તે ધ્યાનમાં લેજે. આ તફાવત બહુ જ સૂકમ. છે, પરંતુ તે વિચારવા જેવો છે. બીજા દર્શનીઓ તુરત કહી દેશે કે
ભાઈ, નાહ્યા તેટલું પુણ્ય, કર્યો તેટલો ધર્મ !' જૈનશાસનને તે આ વાત જરાય માન્ય નથી. જૈનશાસન તે સ્પષ્ટ રીતે કહે છે કે નાહ્યા તેટલું પુણ્ય કે કર્યો એટલે જ ધર્મ નથી, પરંતુ જેટલું નથી કર્યું તેટલે અધર્મ છે, ન નાહ્યા તેટલું પાપ.” બીજા શાસનમાં જેટલે. કરીએ એટલે ધર્મ છે, ત્યાં થાય તેટલું કરવાને કાયદો છે. અહીં જૈન દર્શનમાં થાય તેટલું કરવાને કાયદો નથી. અહીં તે પૂરેપૂરું કરવાને કાયદો છે.
જ આપણે આત્માને કેવા સ્વરૂપને માનીએ છીએ તેને વિચાર કરજે. આત્માને આપણે સામાન્ય માનતા નથી. તેને આપણે પૂર્ણ, શુદ્ધ, સર્વજ્ઞ, વીતરાગ રૂપ માનીએ છીએ. જે તેને એ માન્યા પછી