________________
[૬૩]
શ્રી ચેપડા તા. ૨૭–૧૧–૧૯૫૯. પરમ પૂજ્ય સદાય શુભેચ્છક પૂજ્ય માવિત્રજી બાપુજી પશ્રીની પવિત્ર સેવામાં,
શ્રી ભાવનગર. તમારો કેડાયથી લખેલે પત્ર મળ્યું હતું. તેમાં લખ્યા મુજબ તમે ભાવનગર કુશળ પચી ગયા હશે જ. પૂજ્ય બાપાશ્રીનું જીવન ચરિત્ર લખાઈ ગયું છે અને મારા પૂજ્ય પિતાશ્રીને ફેટે અને પરિવારની હકીકત મંગાવી તે બધાઓની સાથે પાલીતાણામાં લીધેલા ફટાની નેગેટીવ આ સાથે બીડેલ છે અને પરિવારની હકીકત મારા પૂ. માતાજી તથા માતાજી પુરબાઈમા પાસેથી નીચે મુજબ મળી છે. તેમાંથી જેટલી જરૂરની હોય તેટલી લેશેજી.
લી. નરસી ઉમરસી.