________________
કચ્છમાં ધર્મ ઉધોત
[ ૧૦ ] મારા દિલમાં લાલન સાહેબને મળવાની તાલાવેલી હતી. મેં મુંબઈ જઈને મારા શેઠને ચાર્જ સંભાળવા માણસ મોકલવા વિનંતિ કરી. તેમણે મને ખૂબ પકે આપે. મા-બાપ, બેરી, બધાને વિચાર કર્યા વિના બા થઈને શું કરીશ! હું તે રહો ધૂની. મેં તેમને ખૂબ સમજાવ્યા, જખૌના શેઠ કુવરજી જીવરાજ વચમાં પડયા. અને પાશવીર શેઠને સમજાવ્યા. છેવટે તેમણે માણસ મેક ને હું બંધનમાંથી છુટયો.
હું મુંબઈ આવીને પંડિતજીને મલ્યા. તેઓ ખુબ રાજી થયા. મને જીવનને ઉદ્દેશ સમજાવ્યું. મારું પહેલું અઠવાડિયું કેમ પસાર થઈ ગયું તેને ખ્યાલ ન રહ્યો આનંદ અને મસ્તિમાં પંડિતજી પાસેથી રોજ-રોજ નવું જાણવાનું મળતું અને હૃદયમાં કેતરાઈ જતું.
લાલન સાહેબ પાસેથી યુરોપ અને અમેરિકાની વાતે સાંભળી હું તે છક થઈ જતે સ્ત્રી કેળવણી, હુન્નર કળા, સ્વતંત્રતા, સભ્યતા, શિસ્ત, સમયની કીમત જીવનમાં શાંતિ, કર્તવ્યનિષ્ઠા, ધનકુબેરેની દાનવીરતા, વિજ્ઞાનની