________________
(૫૭) તું પુત્રપુત્રીને જોઈને હર્ષઘેલા થઇશ નહિ, કારણ કે મહારાજા નામના તારા શત્રુએ તને નરકરૂપી બંદીખાને નાખવાની ઈચ્છાથી આ પુત્રપુત્રી રૂપ લેઢાની બેડોવડે તને મજબૂત બાંધે છે. - વિવેચન-પુત્રને જોઈ માણસ ગાંઘેલ બની જાય છે અને તેની સાથે બોલવામાં, તેને રમાડવામાં એવી જાતની ચેષ્ટા કરે છે કે જાણે પિતે ગાંડો થઈ ગયું હોય તેવો પ્રતિભાસ થાય છે. મહારાજાએ આ બંધન ખૂબ જ જબર કર્યું છે. જેમ કેદમાં પડેલ માણસ સ્વતંત્ર નથી, તેવી જ રીતે આ પુત્ર-બંધનથી પિતાની સ્વતંત્રતાને નાશ થાય છે. આદ્રકુમાર જેવા ફરી દીક્ષા લેવા જતા હતા ત્યારે પુત્રોએ કાચા સૂતરના બાર તાંતણ તેમના પગ ફરતાં વીંટાયા. તેવા તાંતણાં પણ આવા મહાન વૈરાગી ને હજારો હાથ સાંકળે તેડી નાખવાની શક્તિવાળથી પણ તૂટયા નહીં અને બાર વરસ વધારે ઘરમાં રહેવું પડયું. એટલે પુત્રપુત્રીઓનું બંધન આવા પ્રકારનું સમજવું.
વળી પુત્રપુત્રીને પણ નીચેના કલેકથી શરૂપ જાણજે आजीवितं जान भवान्तरेऽपि वा, शल्यान्यपत्यानिन वेत्सि किंदि। चलाचलौँ विविधार्तिदानतोऽनिश निहन्येत समाधिरात्मनः॥
હે આત્મન ! આ ભવમાં પુત્રપુત્ર શલ્ય છે-એમ તું તારા મનમાં કેમ જાણ નથી? તેઓ શેડી વિશેષ ઉંમર સુધી જીવીને તેને અનેક પ્રકારની પીડા કરી તારી આત્મસમાધિને નાશ કરે છે.