________________
(૧૮) વિવેચન-છોકરાઓ જે ઓછો આયુષ્યવાળાં હેય તે માબાપને પારાવાર શેક કરાવે છે અને કદાચ વિધવા મુકીને જાય છે તે શેકને પાર રહેતું નથી. વધારે આયુષ્યવાળા હેય તે કેળવણી, વેવિશાળ, લગ્ન-તેના ભરણપોષણની ચિંતા વગેરે અનેક પ્રકારે દુખે ઉત્પન્ન કરે છે. કદાચ ચંચળ વૃત્તિવાળાં થાય તે કુકર્મો કરી પિતાના ચિત્તને શાંતિ વહેવા દેતા નથી. આવી રીતે ગમે ત્યાંથી સમાધિને નાશ થાય છે.
તેથી કરીને હેચેતન ! જે તારે ઉચ્ચ કેટિ ઉપર ચડવું હાય, આત્મકલ્યાણ કરવું હોય, તે તે માટે અંતઃકરણથી શુદ્ધ ભાવના પ્રગટ કર. થોડા દિવસમાં કાર્ય સાધી લે. ઉત્તમ નરભવાદિ સામગ્રીથી ગજસુકુમાર, ધનાકાનંદી, ધન્ના, શાલિભદ્ર, મેઘકુમાર, આદ્રકુમાર, મૃગાપુત્ર, અનાથી મુનિ, અંધકમુનિ, ઢઢણઋષિ, ઝાંઝરિયા મુનિ વગેરે મહામુનિમતંગજે આ સંસારને અસાર સમજી, દુઃખના બોજારૂપ જાણી, વિષયસુખને વિષના પ્યાલા સરખું સમજી, સંયમ ગ્રહણ કરી, આમખજાને પ્રગટ કરી ગયા. તે જ ઉત્તમ નરભવ, ઉત્તમ કુળ, નિરોગી શરીર વગેરે સામગ્રીને તું કેમ ગુમાવે છે? વિભાગ દશામાં કેમ પડે છે? તેને વિચાર કર. વળી તને જેના ઉપર અત્યંત રાગ છે, તે શરીર પણ તારું નથી તે પછી માતાપિતા, પુત્રકલત્રાદિ, હે ચેતન ! તારાં સગાં કેવી રીતે થશે? તને વેદનામાંથી કેવી રીતે છેડાવશે? પરલોકમાં કેવી રીતે સહાય કરશે? તું પાપમાર્ગે ચડી આત્માની પાયમાલી ન કર. તારા શરીરની–પૈસાટકાની