________________
શાસ્ત્રકારતેમને શત્રુ સમાન કહે છે તે બરાબર છે. કારણ કે શત્રુ હોય તે સામા માણસનું ધન ખવરાવે કે બીજું - ગમે તે નુકસાન કરે, તેમ આ જીવને ઉચ્ચ કેટી ઉપર ચડાં નીચે પછાડ, તેણે કેટલું નુકસાન કર્યું? કેટલું આંતરિક ધન ખવરાવ્યું? તે હે ચેતન! બરાબર સમજ.
આ કારણથી સાંસારિક સગાં-સ્નેહીઓનો ખાતર રાત દિવસ આરંભ-સમારંભમાં મયા રહેવું અને આત્મહિતની પ્રવૃત્તિ ન કરવી તે ભૂલ ભરેલું કાર્ય છે. બરાબર વિચાર કરતાં જણાશે કે આ જીવ ધનપ્રાપ્તિ વગેરે પદુગલિક વસ્તુઓમાં લલચાઈ જઈ તેની ખાતર જિંદગી પૂરી કરવાની જ વાતે કરે છે, અરે તે બેટી લાલચના જેરથી તે તેને ધન ઉપર અનાદિ કાળથી એવી તો મૂછી લાગી છે કે, તેની પ્રાપ્તિના અને તેની સાચવણીના વિચારમાં તેને એટલે બધે આનંદ આવે છે કે તે ધનની ખાતર જ ધન પછવાડે મંડ રહે છે, આગળ પાછળને વિચાર કર્યા વગર એમ જ આસકત રહે છે, અને તેની સાથે એવા જોરથી ગાંઠ બાંધે છે કે જાણે કઈ દિવસ તેનો વિયોગ થવાને જ ન હોય. આ આખી માન્યતા ભૂલભરેલી હેવાથી પરિણામ વિપરીત આવે તેમાં શું આશ્ચર્ય?
પિતાનાં પુત્રપુત્રી, માતાપિતા વગેરેને બંધનરૂપ તત્ત્વષ્ટિથી તપાસ. જેથી બરાબર ખાત્રી થશે અને નીચે લખેલ અધ્યાત્મ કલ્પદ્રુમને ક તપાસ मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनृपारिणा यत् । चिक्षिप्सया नारकचारकोसि, दृढं निबद्धो निगडैरमीभिः॥