________________
(૪૯) પણું ઉલંધી શક્યા નથી, જે સ્થિતિને પ્રતિકાર મોટા ધનવંતરી વેદે પણ કરી શક્યા નથી તે સ્થિતિની તૈયારીને તું અપમંગળ માને છે તે મોટી ભૂલ કરે છે અને તે બાબત ફેગટ ખેદ કરે છે. માટે તે મરણની સ્થિતિ બરાબર તપાસી ધર્યનું અવલંબન કર. એ મરણથી હવે ડરવાની જરૂર નથી.
પરંતુ તેના સંબંધમાં અમુક ધારણ કરવાની જરૂર છે. ચેતન તે કદાપિ મરણ પામનાર નથી, એ ચેતનની અજરામરતા શાસ્ત્ર પ્રસિદ્ધ છે. શરીરથી ચેતન ભિન્ન થાય છે. તે સ્થિતિને મરણ કહેવામાં આવે છે. કેટલાક મૂઢ પ્રાણીઓ સંસારના દુઃખથી કંટાળીને મરણ ઈચ્છે છે, પરંતુ સંસારના દુઃખથી વ્યાકુળ થયેલાને છૂટવાનો એ માર્ગ નથી. જેને ખસ થઈ હોય તેને તેના પર જરા ખણવાથી સારું લાગે છે, પરંતુ પરિણામે વધારે ને વધારે દુઃખ ઉત્પન્ન થાય છે. તે ખસને મટાડવાનું કારણ ખણવું તે નથી પરંતુ તેનું બરાબર ઔષધ કરવું તે છે, તેવી જ રીતે સંસારના દુઃખથી ખરેખરી તપત લાગતી હોય તે તેને ઉપાય મરણનું શરણું માગવામાં નથી. પરંતુ દુખ કદાપિ આવે જ નહિ તેવા ઉપાય શોધવામાં છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાથી દુઃખથી કંટાળે ઉત્પન્ન થયે હાય તે પણ કદાપિ મરણને ઈચ્છવું નહિ, તેમ જ આખરે મારી જવું છે, એવા વિચારથી ડરી પણ જવું નહિ. તેમ ડર વાથી કે કાયર થવાથી કઈ પ્રકારને લાભ નથી.
શાસ્ત્રકાર કહે છે કે – धीरेण वि मरियन्वं, काउरिसेण वि अवस्स मरियव्वं । तम्हा अवस्समरणे, वरं खु धीरत्तणे मरिउँ ।।