________________
" (૪૮) છેડીને નરકાદિક ઘેર દુર્ગતિના ભાજન થયા અને ત્યાં અસહૃા દુખે ગવવા લાગ્યા. ચક્રવતિ જે સંયમ ગ્રહણ કરે તે જ સકળ કર્મને ક્ષય કરી મોક્ષે જાય અથવા દેવલેકમાં જાય, પરંતુ સંયમ ન ગ્રહણ કરે ને આખી જીંદગી માગી લાવેલાં ઘરેણાં જેવી પદુગલિક પૂર્ણતામાં જ વીતાવે તે સાતમી નરકે જાય. કેટલાક આચાર્યો કહે છે કે-પહેલી બીજી, ત્રીજી, એથી; પાંચમી, છઠ્ઠી, સાતમી-સાતમાં ગમે તે નરકે જાય અને પૂર્ણતા પાછી મેંપવી પડે. આ સંબંધમાં બ્રહાદત્તચકવતિ, સુભૂમચક્રવતિ, વગેરેનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આવી પૂર્ણતા જીવે ભવચક્રમાં ભટકતાં ઘણીવાર પ્રાપ્ત કરી, પણ કેઈ કાર્ય સિદ્ધ થયું નહિ. ત્યારે જ્ઞાનાદિ ધમાં જે આત્માના ગુણ છે, તેથી થતી જે પૂર્ણતા તે જ સાચી પૂર્ણતા છે. તે કઈ કઈ દિવસ પણ આત્માથી જુદી નહિ પડવાવાળી, ચિંતામણિ આદિ ઉત્તમ જાતિના રત્નની કાંતિ જેવી છે. એટલે જેમ શ્રેષ્ઠ રત્નની કાંતિ જયાં સુધી તે રત્ન વિદ્યમાન હેય ત્યાં સુધી તેની સાથે જ રહે છે, તેવી જ રીતે આત્માની જે સ્વાભાવિક પૂર્ણતા છે, તે પણ આત્માની સાથે જ અનંતકાળ સુધી રહે છે.
આવી સાચી પૂર્ણતા પ્રાપ્ત કરવા જ્યાં સુધી ઉદ્યમ નહિ કરે ત્યાં સુધી જન્મમરણના ફેરા ટળવાના નથી, અત્યારે તે મરણ શબ્દ પણ તને કડવો ઝેર જે લાખે છે, કેઈમરણ સંબંધી શબ્દ ઉચ્ચાર કરે તે પણ તેને તે અપમંગળ લાગે છે, પરંતુ એ બાબતમાં તારી હે ચેતન, મોટી ભૂલ થાય છે. તું જાણે છે કે જે સ્થિતિને મોટા ચક્રવતિએ અને તીર્થકરે