________________
(૪૭)
ઋદ્ધિ વિગેરેના ત્યાગ કરે તેવા જીવાનીજ સાચી કમાણી છે.' બાકી તે માગી લાવેલાં આભૂષણા જેમ પાછાં આપવાં પડે છે તેવી રીતે સંસારની વસ્તુ માત્ર પાછી આપવી પડશે. તે બાબતનું સમર્થન કરતાં શ્રી યશેાવિજયજી મહારાજ જ્ઞાન–સાર અષ્ટકમાં કહે છે કેઃ
-
पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सेव, जात्यरत्नविभानिभा ॥ १ ॥ શબ્દાર્થ –પૌદૃગલિક વસ્તુથી ઉત્પન્ન થયેલી જે પૂણ તા તે માગી લાવેલાં ઘરેણાં સરખી છે, પરંતુ સ્વભાવજનિત જે પૂર્ણુતા છે, તે ઉત્કૃષ્ટ રત્નની ક્રાંતિ સરખી છે.
વિવેચન—ધન, રમણી, દેહ, સ્વજન, રૂપ, સૌભાગ્ય, મળ, યૌવન,અશ્વય આદિ પૌદ્ગલિક પદાર્થાંની પ્રાપ્તિથી થતી જે પૂર્ણ તા-સંગ્રહતા તે યાચના કરીને માગી લાવેલા કંકણ, કુંડલ, કંદોરા, કંઠી વગેરે આભૂષા સરખી છે. જેમ માગી લાવેલાં ઘરેણાં લાંબા દિવસ રાખી શકાય નહિ, મુદત થયે પાછાં આપવાં જ પડે. કાઇ શેઠ પેાતાના પુત્રને પરણાવવા વખતે ખીજા ધનાઢયને ઘેરથી પુત્રને પહેરાવવા માટે ઘરેણાં અમુક મુદત કરીને માગી લાવે, પછી મુદ્દત પૂરી થાય કે તુરત જ ઉતારીને પાછાં આપવાં પડે, તેવી જ રીતે પૌદૃલિક પૂર્ણ તાથી ભરેલા જીવને આયુરૂપી મુદ્દત પૂરી થયે તરત જ પૂર્ણુતા મૂકીને ચાલ્યું જવું પડે, કાંઇપણ સાથે લઇ જવાય નહિં. સંજમ નહિ ગ્રહણ કરેલા ચક્રવર્તિ એ તથા વાસુદેવા. પ્રતિવાસુદેવા, રાજા–મહારાજાઓ, પેાતાની પૂણ્ તાઓ કેતાં રાજ્યદ્ધિ છેડી