________________
ભિન્ન કરી નાખશે, તેની તને ખબર નથી અને તે બાબતની ચોવીસ કલાકની તે દૂર રહી પરંતુ એક મિનિટની પણ તને નેટીસ મળવાની નથી. અને તે અવસ્થા પ્રાપ્ત થવાની છે તે ચોકકસ છે તેની સાથે એટલું પણ ચોક્કસ છે કે, તારી પાસે જેજે વસ્તુઓ હશે, તારા તાબામાં તારી માલિકીની જે જે વસ્તુએ હશે તે અહીં રહી જશે. તેમાંનું કાંઈપણ તારી સાથે આવવાનું નથી, તું લઈ જઈ શકવાને નથી, તારે એકલા ચાલ્યા જવું પડશે અને તેને કેઈની સાથે એક મિનિટ પણે વાત કરવાને કે ભલામણ કરવાને અવકાશ મળશે કે કેમ તે પણ ચોકકસ નથી. તેમ તારા જીવનમાં કરેલાં દુષ્પને પશ્ચાત્તાપ કરવાને પણ સમય મળશે કે નહિ તે પણ ચોક્કસ નથી. પરલેકગમન કરવું, વસ્તુ માત્ર છેડવી, તે ચોક્કસ છે, કારણ કે, સંસારી જી મરણ ધર્મવાળા છે. તે જ બાબત સમરાદિત્યના રાસમાં પદ્મવિજયજી મહારાજ કહે છે – મરણધમી સહુ જીવડા, હા હા ભવ ગયો એળે રે, નરતિ સુરપતિ સહુ જશુ, નવી દીસે કેઈ કાળે રે.
અથીર સંસાર એણુપરે ૧ ધન્ય તે શેઠ સેનાપતિ, ચિંતામણિ સમ જાણી રે, ઘર છોડી વ્રત આદરે, ધનધન તાસ કમાણી રે,
અથીર સંસાર એણીપેરે. ૨ આ ગાથામાં પણ એજ બાબત બતાવી કે, સંસારમાં તમામ છ મરણધર્મવાળા છે. વસ્તુ માત્ર અનિત્ય અને ક્ષણભંગુર છે. ચિંતામણી રનથી અધિક ધર્મરત્ન ગ્રહણ કરે, વ્રત પચ્ચખાણ અંગીકાર કરે અને સમજપૂર્વક ઘર,