________________
લહેર કરતા હતા પરંતુ ભૂલા પડયા ત્યાં શી વાત કરવી ? આપણે સવારથી ઊઠી રાત્રી સુધી અનેક કાર્યો કરીએ છીએ, ખાઈએ છીએ પીએ છીએ, વ્યાપાર કરીએ છીએ, ધન એકઠું કરીએ છીએ, પહેરીએ છીએ, ઓઢીએ છીએ, આ સિવાય બીજાં પણ અનેક કાર્યો આ દિવસ કરીએ છીએ, થોડીવારની પણ નવરાશ આપણને મળતી નથી. લેશમાત્ર એક કામ ઓછું થાય તે બીજાં ચાર કા ઊભાં કરવાં તૈયાર છીએ, પરંતુ હજુ કેઈ એક કાર્ય કરતાં આપણે ભૂલા પડયા છીએ, એવો વિચાર થતું નથી રસ્તો શોધતા હેઈએ અને હાથ ન આવે તે ગભરાઈ જઈએ, એ તે પ્રતિભાસ જ કેઇ દિવસ થતું નથી. આપણે તે જાણે કે સર્વ કામ પોતાનાં હોય અને આપણે તે કાર્યની સાથે–વસ્તુની સાથે સાચો સંબંધ હોય એવું ધારીને જ કરતા હોઈએ એમ લાગે છે, કઈ દિવસ પણ તે કાર્ય કરતાં એવું તે. લાગતું જ નથી કે, આપણી વસ્તુ ખવાઈ ગઈ છે અને તે શોધવાને આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ તે આપણને હજી જડતી નથી અથવા આપણે ઈષ્ટ સ્થાને જતાં માર્ગ ચૂક્યા છીએ અને સાચા રસ્તાની શોધમાં છીએ. જ્યારે આ પ્રમાણે લાગતું નથી ત્યારે આળપંપાળ શબ્દમાં જ તેને જવાબ આવી ગયો. આપણે જે કાર્ય કરીએ છીએ, જે કાર્ય કરવામાં આપણને લેશમાત્ર આત્મહિત કરવા ફુરસદ મળતી નથી, તે સર્વ તે આળપંપાળ જ છે, એમ હે ચેતન ! સમજ. દરેક કાર્ય કરતાં કાંઈ સાધ્ય હેવું જોઈએ, એ સાધારણ નિયમ છે, પ્રયજન વિના મંદ (મૂર્ખ) માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી આપણું કાર્યનું પણ