________________
(v)
સાધ્યું ન હોય તે આપણે પણ મંદ અને મૂખ જ ગશાઈએ, આ પ્રમાણે હાવાથી આપણાં સ’સારનાં કાર્યોનું સાધ્ય શુ છે તેના વિચાર કરીએ તે જણાઈ આવશે કે—એમાં કાંઈ ઢંગધડા નથી, આળપંપાળ જ છે. સવારથી સાંજ સુધી કામ કરી પૈસા પેદા કરનારને પૂછ્યા કે ‘ પૈસા મેળવીને શુ કરશો ? ' તે જવાબ હસવા જેવા મળશે, આખે દિવસ ધમ કાર્ય વિના નકામા વખત ગાળનાર અને આપની પૂજી બેઠાં બેઠાં ખાનારને જીંદગીનું સાધ્ય પૂછશે તે ખાવું, પીવું એશઆરામ કરવા વગેરે વગેરૢ જવાબ મળશે, પરંતુ યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરી સૌંસાર ઉપરથી રાગ ઊઠી જાય, રાગદ્વેષ કમી થાય, આત્મકલ્યાણ જલદી થાય,તેવા જવાબ કોઇ આપશે નહિ પૈસા કમાવા, છેકરાઓને વારસે આપી જવા, ખાવું પીવું, સગાં સંબંધીનાં વ્યાવહારિક કાર્યો કરી આપવાં, રાગી થઈ પથારીવશ થવું અને છેવટે મરણુ આવે ત્યારે ચાલ્યા જવું. આ પ્રમાણે ધમાલમાં તે ધમાલમાં જીંદગી ખલાસ થઇ જાય, છતાં આ જીવ તેમાં જ આખા મીચીને ચાલ્યા જાય છે, પૈસાની ઇચ્છાના છેડા આવતા નથી. હજાર થાય તેા લાખ, લાખ થાય તેા ક્રોડ, ક્રોડ થાય તે અબજ, ખવ મહાખવ, છેવટમાં રાજપદવી, ધ્રુવલેાક ને ઇન્દ્રની પદવી સુધી પણ ઈચ્છાની પૂર્તિ નહિ થવાથી સતાષ થતા નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇચ્છા આકાશ સમાન ખતાવી છે. આકાશના પાર નથી તેમ ઈચ્છાને પણ પાર નથી જો સતષને હાથમાં ગ્રહણ કરે તા જ ઇચ્છા અટકી પડે. એક કવિએ કહ્યુ છેઃ
જો દશ વીશ પંચારા ભચે, રાત હુઇ હંગાર તું લાખ મળેગી,
♦