________________
(૩૫)
લઘુશંકાનું બહાનું કાઢીને ઊઠા. બહાર જતાં કઈ સારા માણસે રેકો:–“ભાઈ ! આવી અમૃતધારા સરખી જિનવાણીને છેડી કયાં જાઓ છો ? પરંતુ કુતુહલ કાઠિયાનું જેર હોવાથી તેણે કહ્યું – શું લઘુશંકા કરવાને પણ નહિ જવા દે?” આવી રીતે કહી બહાર ગયે. ભાંડ ભવાયા, નાટકીયા વગેરેનું કુતૂહલ જોતાં અને ઊભા રહેતાં આ દિવસ વીતી ગયે, પગ પણ દુખવા ન આવ્યા, ભુખ ઊડી ગઈ, તૃષા ન લાગી. એક ચિતે જોયા કર્યું એ પ્રમાણે આ જીવ નાટકાદિ કુતૂહલ જોવામાં રાત્રી પણ કાઢી નાખે, ઉજાગરા વેઠે, ઊભું રહે, ધક્કો ખમે, અપમાન સહન કરે. પૈિસાની પાયમાલી કરે, શરીરને હેરાન કરે. પરંતુ પ્રતિક્રમણ, સામાયિક, જિનપૂજા વગેરે ધર્મકાર્ય કરતાં બહુ વખત થઈ ગયાનું બહાનું કાઢી તજી દે ક્રિયા કરતા થાકી જાય. મારી શક્તિ નથી, ઊભા ઊભા કાઉસ્સગ્ગાદિ કરતાં પગ દુખે છે, ઈત્યાદિક ધાર્મિક ક્રિયામાં બહાનાં કાઢે. કુતૂહલ કાઠિયાના જોરથી ઉપર બતાવેલા નાટક જેવામાં કાંઈ કઠિન ન પડયું. દિવસ ચાલે ગયે. છેવટે સાંજ પડી ત્યારે કાંઈક શુભ વિચાર થયા, પિતાની મૂર્ખાઈ દૃષ્ટિએ આવી, ને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. અરેરે!“આજ મારે સોના સરખે દિવસ ભાંડચેષ્ટા જોવામાં ફિટ થયે, તેમાં કાંઈ લાભ તે થયે નહિ, પણ નુકસાન ઘણું થયું, હવેથી હે આત્મા ! આવી મૂર્ખાઈ કરીશ નહિ, ધાર્મિક ક્રિયામાં બરાબર ઉદ્યમકરી હવે પછી કુતૂડલ કાઠિયાને આધીન નહિ થવા ભવ્ય જીવ સાવધાન થયે.