________________
(૩૪) જિનપૂજાદિ વગેરે ક્રિયાને ત્યાગ કરી અધર્મ એટલે મિયાધમને સેવે અર્થાત્ જિનવચને પ્રમાણે ન કરતાં ઊલટો ચાલે. હિંસાદિ દુર્ગતિમાં ઘસડી જાય તેવાં કાર્યો કરે, ન ખાવાના પદાર્થો ખાય, રાત્રિભોજન કરે, એકંદર મજશેખ કરે, મન માને તે વસ્તુઓનું ભક્ષણ કરવું, તે જ ધર્મ માની તેનું જ સેવન કર્યા કરે તે તેવાં આચરણ વડે સત્ય ધર્મ થી તે ભ્રષ્ટ થયે ને અસત્ય-મિથ્યાધર્મનું સેવન કરવાથી જ્યારે તે માણસ મરણ પામશે ત્યારે દુર્ગતિ માં ચાલ્યા જશે, એટલે ઉભય ધર્મથી ભ્રષ્ટ થઈ સંસારચક્રમાં ભ્રમણ કરવું પડશે. આ અજ્ઞાનદશાનું પરિણામ સમજવું. આ પ્રમાણે ભવ્ય જીવોની કફોડી સ્થિતિ અજ્ઞાનદશાથી થાય છે. આ જીવ અજ્ઞાનતાને લઈને તે દિવસે પણ કાંઈ લઈ શકો નહિ અને તે દિવસ પણ ગુમાવી બેઠે. * તેરમે દિવસે પાછા શુભ વિચારો થવાથી અજ્ઞાન તરફ ધિક્કાર છૂટયો અને વિચાર્યું જે “સમજાય ન સમજાય, તે પણ જિનવાણી સાંભળવી. જિનવાણી સાંભળવાથી કર્ણ તે પવિત્ર થશે, નહિ સમજાય તે ગુરુ મહારાજને પૂછીશું.” ઈત્યાદિક સારા પરિણામ થવાથી અજ્ઞાન કાઠિયાને જીતી જિનવાણી શ્રવણ કરવા બેઠે. બાર સુભટ જિતાઈ ગયાથી મોહરાજાને ઘણે ભય પેઠે, છતાં છેલ્લે ઉપાય અજમાવવા સારુ તેરમા કુતૂહલ નામના કાઠિયાને રવાના કર્યો. કુતૂડલ કાઠિયે ભવ્ય જીવના શરીરમાં પેઠે કે તરત જ ચેતના બગડી, સમાચાર પણ એવા તુરતા મળ્યા કે ભાઈ! બહાર રમત ઘણી જ સારી થઈ રહી છે, ખાસ જોવા લાયક છે.” એ પ્રમાણે વાત સાંભળીને તુરત જ વ્યાખ્યાન સાંભળતાં