________________
(૩૨) ઈત્યાદિ ભયના જેથી ત્યાંથી ઊઠી જતા રહેવાનું મન થયું એટલે ધર્મ સાંભળી ન શકો.
દશમે દિવસે પાછી મનમાં શુભ વિચારણા થઈ. અરે હું કે મૂખ? વિના કારણે આ ભય શા માટે રાખવો? મેં કયાં કોઈને ગુને કર્યો છે?' એ પ્રમાણે સારા વિચાર થવાથી ભયને જી. એટલે ધર્મ શ્રવણ કરવા ગયે. મહારાજાને ખબર પડતાં તુરત જ રતિ કાઠિયાને રવાના કર્યો. રતિ કાઠિયાએ પુરુષાર્થ બજાવ્યું જેથી ગીત ગાન સારાં લાગવા માંડયાં, મધુર સ્વરે સાંભળી પ્રીતિ જાગી, તમામ સારી વસ્તુ ઉપર અત્યંત પ્રીતિ થવા માંડી, આત્મા તેમાં લીન થવાથી સાધ્ય વસ્તુ જે ધર્મ શ્રવણ તેના ઉપર પ્રેમ લગાવી શકો નહિ, જેથી ધર્મ સાંભળવામાં વિના થયું. ઊઠીને ચાલ્યું. તે દિવસ પણ ખાલી ગયે.
અગિયારમે દિવસે પાછા સારા વિચારે થવાથી શુદ્ધ ચેતના જાગ્રત થઈ. “અહો! આપણે સારી વસ્તુ જેવા આવ્યા છીએ કે તત્વને સાર સમજવા આવ્યા છીએ ?” ઈત્યાદિક શુભ વિચારોથી રતિ કાઠિયાને પણ . ધર્મ સાંભળવા ગયે. મોહરાજાને ખબર પડતાં અગિયારમા કાઠિયાને વિન કરવા હુકમ કર્યો અરતિ કાઠિયે ભવ્ય જીવના શરીરમાં પેઠે, ત્યારે વિચારે થયા કે-“ગુરુ મહારાજનો કંઠ સારે નથી. કાંઈ સમજાતું નથી, કથા-વાર્તા તે કાંઈ કહેતા જ નથી, હવે તે જ આવવું ગમતું નથી. અહીં આવવું, વખત છે ને સમજીએ કાંઈ નહિ.” ઈત્યાદિક વિચાર કરાવી અરતિ કાઠિયાએ શુભ શ્રેણી તેડી નાંખી “જેથી ધર્મ સાંભળ ફરી રહ્યો. અગિયારમો દિવસ નિષ્ફળ ગયા